વિશ્ર્વ યોગ દિવસે જિલ્લામાં ૨ લાખ લોકોને યોગ કરાવવા સરકારનો ટાર્ગેટ
આગામી તા.૨૧ જૂનના રોજ વિશ્ર્વ યોગ દિવસે રાજકોટ જિલ્લામાં ૨ લાખ લોકોને યોગ કરાવવા માટે સરકાર દ્વારા લક્ષ્યાંક આપવામાં આવતા જિલ્લા કલેકટર તંત્ર શિર્ષાસનની સ્થિતિમાં આવી ગયું છે અને તમામ પ્રાંત અધિકારી, મામલતદાર અને શિક્ષણ વિભાગને જાહેર સ્ળોએ વધુને વધુ લોકો યોગ કરે તે માટે ટાર્ગેટ સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા આગામી તા.૨૧ જૂનના રોજ વિશ્ર્વ યોગ દિવસના અવસરે દરેક જિલ્લામાં વધુને વધુ લોકો યોગ કરે તે માટે લક્ષ્યાંક અપાયા છે જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨ લાખ લોકો જાહેર સ્ળોએ સમૂહ યોગ કરે તે માટે લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.
લક્ષ્યાંકને પૂર્ણ કરવા જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રાંત અધિકારી, મામલતદારોને વધુને વધુ લોકો સમૂહ યોગમાં જોડાય તે માટે કામે લગાડાયા છે.
દરમિયાન વિશ્ર્વ યોગ દિવસના અવસરે રાજકોટ શહેર ઉપરાંત તમામ તાલુકા મકોએ શાળા-કોલેજ, કોમ્યુનિટી હોલ તેમજ વિશાળ ગ્રાઉન્ડમાં વિર્દ્યાથીઓથી લઈ મોટેરા સુધીના લોકો સમૂહ યોગમાં જોડાય તે માટે અત્યારી જ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજકોટ જિલ્લો સમૂહ યોગમાં મોખરે રહ્યો હતો અને રાજકોટ કલેકટર તંત્રની સફળ કામગીરીને કારણે ગર્ભસ્ મહિલાઓએ સમૂહ યોગ કરતા રેકોર્ડ પણ સર્જાયો હતો. જો કે, આ વર્ષે વિશ્ર્વ યોગ દિવસે તંત્ર દ્વારા કોઈ રેકોર્ડ સર્જવા માટે લક્ષ્યાંક નકકી ની કરાયો પરંતુ સરકાર દ્વારા ૨ લાખ લોકોને સમૂહ યોગમાં જોડવા લક્ષ્યાંક અપાતા તંત્ર અત્યારી જ હરકતમાં આવ્યું છે.