- બોર્ડનાં પરીક્ષાર્થીઓને ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા કલેકટર આર. કે. મહેતા
- દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ધો 10નાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
- કલેક્ટર દ્વારા શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કરાયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી હતી. દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ઉપસ્થિત રહીને કલેકટરે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવી ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં. કલેક્ટરે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, શાળાના પ્રિન્સીપાલ પીઠાભાઈ કોડિયાતર અને શાળાના સ્ટાફ દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામા આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવીને શુભેચ્છા આપી હતી. દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
કલેક્ટરએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, શાળાના પ્રિન્સીપાલ પીઠા કોડિયાતર અને શાળાના સ્ટાફે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.