વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: ગુજરાત પર 17 અને 18 મેના રોજ વાવાઝોડાનો ખતરો મંડાય રહ્યો છે. આ વાવાઝોડાથી રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. જેમાં ચોટીલા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સમીક્ષા કરી હતી.
હવામાનવિભાગ દ્વારા કરવામાં આવેલ વાવાઝોડા અંગે જિલ્લા કલેકટરે ચોટીલા મામલતદાર કચેરી ખાતે ચોટીલા પંથકના સંભવિત ગામો અંગે ચર્ચાઓ કરી અને ગ્રામ્યવિસ્તારોમાં હાલ પરિસ્તીથી અંગે ગમ્યવિસ્તારોમાં મુલાકાત કરી હતી.
જિલ્લા કલેકટર કે.રાજેશે, આજે ચોટીલા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આર.બી.અંગારી. મામલતદાર પી.એલ.ગોઠી, ડેપ્યુટી,તાલુકા વિકાસ અધિકારી, ડી.ડી.ઓ. તેમજ ચોટીલા નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે ચોટીલામાં વવાજોડું પ્રવેશ કરે, તો તે અંગે ક્યાં કયા ગામો ને એલર્ટ કરવા તેમજ તે ગામોની હાલની પરિસ્તીથી અંગે ચર્ચાઓ કરાઈ હતી. અને ચોટીલાના સંભવિત ગામોમાં નાની મોલડી,મોટી મોલડી,ભીમગઢ,કાળાસર સહિત 10થી વધુ ગામો સંભવિત હોવા અંગેની ચર્ચાઓ કરાઈ હતી. આ સાથે નાની મોલડી ગામે કલેકટર કે.રાજેશ, ડેપ્યુટી ડી.ડી.ઓ સહિત ચોટીલાના અધિકારીઓએ હાલની પરિસ્તીથી અંગે નિરીક્ષણ કર્યું હતું.