જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજ રોજ રેલવે જંકશન પાસે આવેલા ઇવીએમના વેર હાઉસની મુલાકાત લીધી હતી. જેમાં તેઓની સાથે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ જિલ્લા કલેકટર દ્વારા વેરહાઉસનું નિરીક્ષણ કરીને સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક જિલ્લામાં દર ત્રણ મહિને જિલ્લા ચૂંટણી અધિકારી ગણાતા કલેકટરને ઇવીએમના વેરહાઉસની મુલાકાત લેવાની હોય છે. જે સંદર્ભે કલેકટર દ્વારા આજે આ વેરહાઉસની મુલાકાત લીધી હતી. જેમાં ગત લોકસભા ચૂંટણી વખતેના બીયું, સીયુ અને વિવિપેટને સુરક્ષિત રાખવામાં આવ્યા છે..
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા