આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે જન્મ લેનાર દિકરીના માતા-પિતાને કલેકટરશ્રી રવિશંકરના હસ્તે ચાંદીનો સિક્કો અને મમતા કિટ અર્પણ કરવામાં આવી
આજના યુગમાં મહિલાઓ નારીમાંથી નારાયણી બની રહી છે. આપણે આપણી દિકરીને તુલસી ક્યારો ગણી, ભણાવી-ગણાવી આગળ વધારવી જોઇએ ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગને ફુલો, દિવડા અને બેટી બચાઓ બેટી પઢાઓની રંગોળીથી સુશોભિત કરવામાં આવેલ.
આ પ્રસંગે કલેકટરશ્રી રવિશંકર, ડી.ડી.ઓ.શ્રી મુકેશ પંડ્યા, મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.જે.પંડ્યા, જિલ્લા ઇમ્યુનાઇઝેશન અધિકારીશ્રી બથવાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજેશ પટેલ, ડીન શ્રી ડો.નંદીનીબેન દેસાઇ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે નન્હી પરી અવતરણ યોજનાના ભાગરૂપે ૭ માર્ચના દિવસે રાત્રીના ૧૨ કલાકથી ૮ માર્ચ રાત્રીના ૧૨ કલાક સુધીમાં જન્મ લેનાર દિકરીના માતા-પિતાને ચાંદીનો સિક્કો અને મમતા કિટ અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે જી.જી. હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.પંકજ બુચ, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.