અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાવાઝોડાંના કારણે જિલ્લામાં વરસાદની શક્યતા
અરબી સમુદ્વમાં ઉદભવેલા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે જામનગર જિલ્લાતંત્ર દ્વારા નાગરિકોને તકેદારીના સુચનો કરવામાં કલેકટર રવિશંકરએ જણાવ્યું કે, વાવાઝોડુ અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલની વાવાઝોડાની ઝડપ પ્રમાણે તે દક્ષીણ ગુજરાતના થોડા ધણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
બે દિવસ પહેલા જિલ્લા વહિવટીતંત્ર પાસે જે રીપોર્ટ આવ્યા છે તે પ્રમાણે દરિયામાં જામનગરની એક પણ માછીમારીની બોટ નથી અને જામનગર જિલ્લાનો કોઇ પણ માછીમાર હાલ દરિયામાં માછીમારી કરવા ન જાય કારણકે વાવાઝોડાના કારણે દરિયાના મોજા વધારે ઉછળવાના હોય જેથી જીવના જોખમની સંભાવના ઉભી થાય તેમ હોય માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરતાં કલેકટર રવિશંકરએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટીતંત્ર પાસે આવેલ છેલ્લા બુલેટીન નં.૧૬ પ્રમાણે જામનગર જિલ્લામાં થોડો ધણો વરસાદ આવી શકે છે. જેથી સાવચેતીના ભાગરૂપે ખેડૂત મિત્રોને તેમની કોઇ જણસ ખુલ્લામાં પડેલ હોય તો તે સુરક્ષિત જગ્યાએ ખસેડવા કલેકટર દ્વારા જણાવાયું છે.
વાગડીયા ડેમ પૂર્ણ ભરાશે: ગામ લોકોને સાવચેત રહેવા ચેતવણી
વાગડિયા ડેમ આગામી ચોમાસામાં સંપૂર્ણકક્ષાએ ભરાય તેમ હોવાથી વાગડિયા જળસંપત્તિ યોજનાના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી સિંચાઈ વિભાગે આપી છે. જામનગરમાં વાગડિયા જળસંપત્તિ યોજનામાં અંશત: ડુબાણમાં આવતા વાગડીયા ગામના અસરગ્રસ્તોને જણાવ્યું કે, વાગડિયા જળસંપત્તિ યોજના ડેમના સ્પીલ-વે માં રાખવામાં આવેલ ગેપનું કામ તા. ૩૧-૧-ર૦ર૦ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે, ચાલુ ચોમાસામાં ડેમ સંપૂર્ણ રીતે ભરવાનો હોય, ડેમના મહત્તમ પૂરના વિસ્તારમાં રહેતા લોકો તા વાગડિયા ગામના લોકોને ચેતવણી આપવામાં આવે છે કે, હાલ આગામી ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાય તો સલામતીના ભાગરૂપે ડેમના મહત્તમ પૂરના ડુબાણ વિસ્તારમાં રહેતા લોકોએ ખાસ તકેદારી રાખી સલામત સ્થળે સ્થાયી રીતે ખસી જવું તથા આગમચેતીના ભાગરૂપે પોતાના ઢોર તા માલસામાનને સલામત સ્થળે ખસેડી લેવા અને નદીના નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા જણાવવામાં આવે છે. ભવિષ્યમાં નદીના પૂરના કારણે કોઈપણ પ્રકારના જાનમાલનું નુકસાન ન થાય. ભારે વરસાદના કારણે ભારે પૂરની કટોકટીની સ્થિતિમાં નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૬/૧, જામનગર દ્વારા અસરગ્રસ્તોને જરૂર પડ્યે સલામત સ્થળ તરીકે નવા ગામતળ વાગડિયા-૧ માં બનાવવામાં આવેલ જાહેર સુવિધાના મકાનો જેવા કે નિશાળ, આંગણવાડી, પંચાય ઘર તથા કોમ્યુનિટી હોલને શેલ્ટર હોમ તરીકે રાખવામાં આવેલ છે. જેથી પૂરની પરિસ્થિતિમાં સલામત સ્થળે ખસી જવા લોકોને ચેતણવી આપવામાં આવી છે. આ અંગેની જાણ નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૬/૧, જામનગર દ્વારા ગ્રામ પંચાયત વાગડિયા નોટીસ બોર્ડ પર પણ લગાવવામાં આવેલ છે, તેમ નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.