જામનગરમાં કોરોનાની સારવાર હેઠળ ૮ દર્દીઓ: બેના મોત

જામનગર જિલ્લાની કોવિડ-૧૯ની અપડેટ આપતા જિલ્લા કલેકટર રવિશંકરએ જણાવ્યું કે, અત્યારે જામનગર જિલ્લામાં ૮ દર્દી સારવાર હેઠળ છે.  બાકી બધા દર્દીઓને રજા આપી દીધી છે. અત્યાર સુધીમાં ૨ (બે) મરણ થયા છે જે કોરોનાથી મૃત્યુ પામ્યા છે હાલમાં એક બાળકનું મૃત્યુ થયુ છે તે કોરોનાનો દર્દી હતો અને સાથે સાથે તે બાળક કેન્સરના રોગથી પણ પીડાતો હતો. આ બાળકનું મૃત્યુ કોરોનાથી નહિ પરંતુ કેન્સરની બિમારીથી થયેલ છે જેનો અમે ગાંધીનગર ખાતે રીપોર્ટ કરેલ છે અને જે અમારા તજજ્ઞ ડોકટરો છે તેમણે  જાહેર કરેલ છે કે આ બાળકનું મૃત્યુ કોરોનાથી નહિં કેન્સરની બિમારીથી થયેલ છે. લોકોને વિનંતી કરતા કલેકટર રવિશંકરએ કહ્યું કે, તાજેતરમાં લોકડાઉનમાં થોડી છુટછાટ મળેલ હોવાથી માર્કેટ, રોડ રસ્તા ખૂલી ગયા છે જ્યાં બહોળી સંખ્યામાં લોકો આવે છે. લોકોએ સાવચેતી રાખવા અને બીનજરૂરી બહાર ન નિકળવા તથા ઘરેથી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરવાનું ન ભૂલવા, ઘરે હોય કે ઘરે થી બહાર નિકળો ત્યારે થોડાથોડા સમયે હાથ સાબુથી સાફ કરવા સુચન કરેલ હતું. કલેકટર રવિશંકરએ અપીલ કરતાં કહ્યું કે, જેટલા લોકો બહારથી આપણા શેરી, મહોલ્લા, શહેરમાં આવ્યા છે  તે લોકો તેમનો કોરન્ટાઇન સમય પૂર્ણ કરે તે અંગેની તકેદારી રાખવા નગરજનોને જણાવતા જે ઘરમાં બાળકો અને વૃધ્ધો રહેતા હોય તે લેકોએ  બહારથી આવ્યે હાથ ધોયા વગર તેમના સંપર્કમાં ન અવવા અપીલ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.