લાખો રૂપિયાનાં ખર્ચે ખરીદાયેલા કસરતનાં સાધનો કાંટ ખાય છે !; જીમમાં ભંગારનો ખડકલો
શહેરના શ્રોફ રોડ પર આવેલ નમૂનેદાર કલેકટર કચેરીમાં મહેસુલી કર્મચારીઓ ચૂસ્ત-સ્ફૂર્ત રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચેરીના ભોયતળીયે જ લાખોના ખર્ચે આધુનિક જીમ બનાવવામાં આવ્યું છે પરંતુ છેલ્લા એકાદ વર્ષથી આ ‘જીમ’ જીમ ન રહેતા કબાડખાનામાં ફેરવાઈ ગયું છે અને અહીં તૂટેલા-ફાટેલા હોર્ડીંગ્સ, ભંગાર ખુરશીઓ અને અન્ય કચરા ભરી દેવાતા કસરતના મોંઘાદાટ સાધનો ધુળ ખાઈ રહ્યાં છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં નમૂનેદાર કહી શકાય તેવી જિલ્લા કલેકટર કચેરી રાજકોટને મળી છે. વર્ષો પૂર્વે ૮ કરોડી વધુના ખર્ચે નિર્માણ યેલ અને કોર્પોરેટ કલ્ચરને પણ ટક્કર મારે તેવી નમૂનેદાર કચેરીમાં રખરખાવના અભાવે ત્રણેય મજલાના ટોયલેટ-યુરીનલને રિનોવેશ કરવા પડયા છે તો બીજી તરફ કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાય તેવા ઉમદા ધ્યેયી કચેરીના ભોયતળીયે શરૂ કરવામાં આવેલ હેલ્થ કલબ એટલે કે જીમની જાળવણી ન તાં હાલ આ જીમ કબાડખાનામાં ફેરવાઈ ગયું છે.
કચેરીના મુખ્ય પ્રવેશ દ્વારી ડાબી તરફ આવેલી આ હેલ્થ કલબમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ લાખી વધુના ખર્ચે કસરતના જુદા જુદા સાધનો મુકવામાં આવ્યા છે અને પૂર્વ જિલ્લા કલેકટર દ્વારા આ જીમનો નિયમીતપણે ઉપયોગ કરી અન્ય કર્મચારીઓને પણ આ હેલ્થ કલબનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા એકાદ વર્ષથી આ જીમને ગ્રહણ લાગી ગયું છે.
હાલમાં કલેકટર કચેરીના આધુનિક જીમમાં હોર્ડીંગ્સ બોર્ડનો ભંગાર, ફાટેલા-તૂટેલા બેનર, ભંગાર ખુરશીઓ ઉપરાંત અનેક ચીજ-વસ્તુઓ ખડકી દેવામાં આવી છે અને લાખો રૂપિયાના ખર્ચે વસાવાયેલા કસરતના સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે.
આ સંજોગોમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા એક વખત આ કબાડખાનામાં ફેરવાયેલા જીમની મુલાકાત લે અને જીમને કબાડખાનામાં ફેરવી નાખનાર જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી હોવાનું કર્મચારીગણ જ જણાવી રહ્યો છે.