14 આઇ.એ.એસ.ને વધારાના હવાલા સોંપતી રાજય સરકાર
રાજય સરકાર દ્વારા ગત સપ્તાહે 109 આઇ.એ.એસ. અધિકારીઓની બદલીનો ધાણવો કાઢયા બાદ ગઇકાલે 14 સનંદી અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. જામનગરના કલેકટર બી.એ. શાહને મ્યુનિસિપલ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત જી.એસ.એમ.એસ.સી. ના એમ.ડી. પી.ડી. પલસાણાને હેલ્થ કમિશનર કચેરીના સીપીઓ તરીકે, સીડ કોર્પોરેશનના એમ.ડી. પી.એસ. રબારીને એગ્રી ટેકનોલોજી એજન્સીના ડાયરેકટરનો હવાલો, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર એ.બી. રાઠોડને એડિશનલ ડેવલમેન્ટ કમિશનર (અન્ય ) તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સિવીલ સપ્લાય કોર્પોરેશનના જી.એમ. ડી.જે. દેસાઇને સિવીલ સપ્લાયના એકિઝકયુટીવ ડિરેકટર તરીકેનો ઔડાના સીઇઓ ડી.પી. દેસાઇને ગુડાના સી.ઇ.એ. તરીકેનો વિદેહ ખરેને બાયોલોજી મિશનના ડાયરેકટર તરીકેનો, હયુમન રાઇટ કમિશ્નરના સેક્રેટરી બી.આર. દવેને જીડબલ્યુઇડીસીના એમ.ડી. તરીકેનો, વોટર સપ્લાયના મેમ્બર સેક્રેટરી મયુર મહેતાને વાસ્મોના સી.ઇ.ઓ. તરીકેનો, એઆરડીસીના વિશાલ ગુપ્તાને સ્પે. કમિશનર સ્વચ્છ મિશન (ઇ) નો હવાલો મિશન ડાયરેકટર સ્વચ્છ મિશન (યુ) ના ભવ્ય વર્માને અર્બન લાઇવવુડ મિશનના ડાયરેકટર, ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીને સુડાના સીઇઓનો ભાવનગર રિજીનલ મ્યુનિસિપલ કમિશ્નર પી.જે. ભગદેવને ભાવનગરના આલ્કોક એશ ડાઉનના એમડીનો જયારે યુજીવીસીએલના એમડી અરૂણ મહેશ બાબુને પાવર કોર્પોરેશનના એમડી તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.