સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમની ‚પરેખા અંગે થઈ મહત્વની ચર્ચા-વિચારણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટની મુલાકાત અંગે તડામાર તૈયારીઓ શ‚ કરવામાં આવી છે. આ બાબતે દિલ્હી પી.એમ. ઓફિસેથી પરત ફરેલા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આજે તમામ વિભાગોના અધિકારીઓની મહત્વની બેઠક બોલાવી હતી અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારી, સુરક્ષા વગેરે અંગે ‚પરેખા ઘડવામાં આવી હતી અને સુચનો પણ લેવામાં આવ્યા હતા. એક તરફ ચુંટણી નજીક આવી રહી છે ત્યારે મોદી રાજકોટમાં આવી રહ્યા હોવાથી તેઓની આ મુલાકાત ખુબ જ અગત્યની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન યોજાનારા દિવ્યાંગ સહાય સાધન વિતરણ કેમ્પના અનુસંધાને સુક્ષ્મ આયોજન માટે કેન્દ્ર સરકારની અધિકારી મુકેશ જૈનની અધ્યક્ષતામાં ચર્ચા-વિચારણા થઈ હતી.
આ મુલાકાત દરમિયાન કોઈ કચાશ ન રહી જાય તે માટે કલેકટર તંત્ર ઉંધા માથે પડયું છે અને આજથી મીટીંગોનો દૌર પણ શ‚ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન આજીડેમથી એરપોર્ટ સુધી ૮ કિલોમીટરનો મેગા રોડ-શો યોજાશે અને રાજકોટ શહેરને સ્વચ્છતા અભિયાન સાથે જોડી દેવાશે. આ દરમિયાન ૧૫ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવશે અને ૪ લાખથી વધારે દીવડાથી આજીડેમ ઝળહળી ઉઠશે. તેવો અંદાજ છે કે ૮ લાખથી વધારે લોકો આ રોડ-શોમાં જોડાશે. આ ઉપરાંત તા.૨૬ થી ૨૯ સુધી રોજ લોકડાયરા, હસાયરા જેવા કાર્યક્રમોનું પણઆયોજન થશે. નરેન્દ્ર મોદીને આવકારતા હોર્ડીંગ અને બેનરો પણ જોવા મળશે. આ કાર્યક્રમ માટે આજે કલેકટર કચેરી ખાતે એક મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં મોટાભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.