• કલેક્ટરે સિવિલ હોસ્પિટલના દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડે અસુવિધાઓ અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઇ અગવડ ન પડે તેના પર ભાર મુક્યો હતો.

Gir Somnath : આજરોજ વિશ્વ મેલેરિયા દિવસના અવસરે યોજાયેલ સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે પહોંચ્યા હતાં.

Collector making a casual visit to Veraval Civil Hospital
Collector making a casual visit to Veraval Civil Hospital

કલેક્ટરે સિવિલ હોસ્પિટલના દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડે અસુવિધાઓ અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઇ અગવડ ન પડે તેના પર ભાર મુક્યો હતો.

Collector making a casual visit to Veraval Civil Hospital
Collector making a casual visit to Veraval Civil Hospital

વ્યવસ્થા જળવાઈ રહે તણી તપાસ કરી

કલેક્ટરે સિવિલ હોસ્પીટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં નિયમ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક સિક્યૂરીટી રાખવાં, સિવિલ હોસ્પિટલમાં અનધિકૃત લોકો ન આવે, સિવિલ હોસ્પિટલમાં બહારના વાહનો પાર્ક ન થાય, કંપાઉન્ડના બહારના ભાગે થયેલ દબાણ દૂર કરવામાં આવે, સિવિલ કેમ્પસમાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય, કેમ્પસમાં કોઇપણ પાન-માવા અને બીડીનો ઉપયોગ કરે તો તેને દંડ કરવો, મશીનરીની યોગ્ય રીતે જાળવણી અને વપરાશ થાય તે માટેની સૂચનાઓ આપી હતી.

સ્ટાફનો પણ પરિચય મેળવ્યો

કલેક્ટરે આ સિવાય સ્ટાફનો પરિચય કેળવી તેમની કામગીરીની જાણકારી મેળવી રહ્યા હતા. તે દરમિયાન સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ એવા ડૉ. એ.બી. સોંદરવા, વર્ગ૧ બરોબર જવાબ ન આપી શકતાં.

જેનો તાત્કાલિક અમલ કરતાં સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. પી.બી. નારીયા, વર્ગ-૧ એ વેરાવળ સિટી પોલીસમાં આ અંગે વિધિવત એફ.આર.આઇ. નોંધાવી છે. આ બાબતે ડૉ. એ.બી. સોંદરવાને હિરાસતમાં લઇને વેરાવળ સિટી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભારતીબેન રાઠોડે  આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.