તુમાર નિકાલ, જમીન મુલ્યાંકન સહિતની બાબતોને લઈ મહેસુલ સચિવની વિડિયો કોન્ફરન્સ
આગામી તા.૧૫મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિવિધ કાર્યક્રમો માટે રાજકોટ આવી રહ્યાં હોય મુખ્યમંત્રીના આગમનની તૈયારી માટે કલેકટર તંત્ર વ્યસ્ત બન્યું છે. આ માટે આજે અધિકારીઓ સો મહત્વપૂર્ણ બેઠક પણ યોજવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૧૫મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓની રાજકોટ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના લોકાર્પણ તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાની સો સો આઈએમ ન્યુ ગુજરાતીનું લોન્ચીંગ પણ કરનાર હોવાથી જુદા જુદા કાર્યક્રમોને લઈ જિલ્લા કલેકટર તંત્ર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે.
આ માટે આજે નાયબ કલેકટર, અધિક કલેકટર સહિતના અધિકારીઓ સો મીટીંગ પણ યોજવામાં આવી હતી. વધુમાં આજે સાંજે તુમાર નિકાલ, જમીન મુલ્યાંકન સહિતની કામગીરીની સમીક્ષા માટે રાજયના મહેસુલ સચિવ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમી બેઠક યોજવામાં આવનાર હોય કલેકટર કચેરીમાં આજે મીટીંગોનો દોર જારી રહ્યો હતો.