રૂા. ૧૦૦૦માં ટેકાના ભાવે મગફળી ખરીદી કરતા ખેડુતોમાં આનંદ: ૩૦૦ ટનથી વધુ મગફળીની ખરીદી કરાઇ

સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા કપાસ અને મગફળી નું ઓછો વરસાદ હોવા છતાં સફળ વાવેતર કરવા મા આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને આ પાક લેવા માટે ઘણા ચડાવ ઉતાર નો સામનો કરવો પડ્યો છે.

ત્યારે હાલ શિયાળા ની ઋતુ નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા પોતાના ખેતરો મા ચોમાસા દરમિયાન કપાસ અને મગફળી નું વાવેતર કરવા મા આવ્યું હોય તે હાલ ત્યાર થઈ સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક માર્કેટિંગ યાર્ડ મા હરાજી અને ટેકા ના ભાવે હાલ વેચ્ચવવા આવી રહ્યુ છે.

ત્યારે આ ખેડૂતો દવારા વેચાણ કરવામાં આવે ત્યારે અનેક રીત ની ગેર રિતી સામે આવી રહી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા થોડા દિવસ પહેલા સાયલા માર્કેટિંગ યાર્ડ મા મગફળી ની ટેકા ના ભાવે ખરીદી સરું કરવા આવી હતી ત્યારે ત્યાં ના માર્કેટિંગ યાર્ડ ના અઘિકારીઓ હાજર ન રહેતા ખેડૂતો દવારા હોબાળો મચાવવા મા આવિયો હતો.2 74સુરેન્દ્રનઞર જીલ્લાના સાયલા, મુળી, અને ચોટીલા માર્કેટીંઞ યાર્ડમા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામા આવી છે. જોકે, મગફળીની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જિલ્લા કલેકટર પોતે મેદાને ઉર્તર્યા છે.

જિલ્લા કલેક્ટર દ્વારા રૂબરૂ સ્થળ પર મુલાકાત કરી તમામ બાબતોની ચકાસણી કરીને ખરીદી કરવામા આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે ૩૦૦ ટન મઞફળીની ખરીદી થઇ ચુકી છે. ૧૧૦૦ થી વધુ લોકો એ નોંધણી કરાવી છે. એક યાર્ડમા રોજ ૫૦ ખેડુતોની મગફળી ૪ પ્રકીયામાથી પસાર કરી ખરીદી કરવામા આવી રહી છે.

જીલ્લાના ૩ માર્કેટીંઞ યાર્ડ ચોટીલા, મુળી અને સાયલામાં ૧૦૦૦ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામા આવી છે. મગફળીની ખરીદી યોગ્ય રીતે થાય અને જગતનાં તાતને કોઇ મુશ્કેલી ના પડે તે માટે જીલ્લા કલેકટર અને વહીવટી તંત્ર ખડે પગે રહી ઓચીંતા ચેકીંગ કરી રહ્યા છે. સાથે નાફેડના કર્મચારીઓ દ્રારા અલગ-અલગ ૪ પ્રકારના ચેંકીઞ કરી મગફળીના સેમ્પલ લઇ ખરીદી કરવામા આવી રહી છે.

આ તમામ પ્રક્રિયા કલેકટરે લાઇવ નીહાળી તમામ બાબતો પર કડક કાર્યવાહી સાથે ખેડુતોની મગફળીની ખરીદી શરૂ કરવામા આવી હતી. અત્યાર સુધીમા ૧૧૦૦થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જેમા સવારે ૨૫ ખેડુતો બપોર બાદ ૨૫ ખેડુતો એક રોજના એક યાર્ડમા ૫૦ ખેડુતોની મગફળી ખરીદવામા આવી રહી છે. અત્યાર સુધીમા ૩૦૦ ટનથી વધુ મગફળીની ખરીદી કરવામા આવી છે. સાથોસાથ ૧૦૦૦ ટેકાના ભાવે મઞફળી ખરીદી કરતા ખેડુતોમા પણ આનંદ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.