જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની ફેબ્રુઆરી માસની બેઠક કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં સંપન્ન: જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિ
રાજકોટ જિલ્લાની ફેબ્રુઆરી માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓને આવકાર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ કૃષિ અને સિંચાઈ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરએ સંબંધિત વિભાગના સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી. સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે મહત્તમ ફાળો એકત્રિત કરવા કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાની, પ્રાંત અધિકારી જયેશ લીખીયા, રાહુલ ગમારા, ચાંદની પરમાર અને ગ્રીષ્મા રાઠવા, જિલ્લા પુરવઠા અધિકારી રાજશ્રીબેન વંગવાણી, સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર અસારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડ, પી.ડી.યુ.હોસ્પિટલના અધિક્ષક આર.એસ.ત્રિવેદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દીહોરા, જિલ્લા શિક્ષણાધિકારી નીલેશ રાણીપા, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવનીબેન દવે, નાયબ નિયામક (અનુ. જાતિ) આનંદબા ખાચર તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.