દ્વારકામા ધૂળેટીના દિવસે જગતમંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં ભકતજનોની ઉપસ્થિતિમાં ઉજવાતો હોય અને હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા દર વર્ષે લાખો યાત્રાળુએ ભારતભરમાંથી પગપાળા યાત્રા કરીને તેમજ રોડ રેલ રસ્તે આવતા હોય આ વર્ષે પણ યાત્રાળુઓને પ્રવાહ દ્વારકા તરપ ફંટાઈ રહ્યો હોય યાત્રાળુઓ દ્વારકા પહોચી રંહ્યા છે.
ફૂલડોલ ઉત્સવને ધ્યાને લઈને વહીવટી તંત્ર તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા ભાવિકોને કોઈપણ જાતની અડચણ ન પડે તેમાટે સુચા‚ આયોજન ઘડી વિવિધ વિભાગનાં અધિકારીઓને લોકોને સુવિધા માટે જવાબદાર સોંપવામાં આવેલ છે. આ ઉત્સવનું સુચા‚ આયોજન થાય તે માટે ગઈકાલે દ્વારકાની દેવસ્થાન સમિતિની ઓફીસ ખાતે જિલ્લા કલેકટર જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામા આવેલ હતુ.
આ બેઠકમાં દ્વારકા નગરપાલીકાનાં પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, એ.એસ.પી. પ્રશાંત ચુંબે, પુરાતત્વ વિભાગના અધિકારી શાહ, હોટલ એસો.ના પ્રતિનિધિ ઈશ્ર્વરભાઈ ઝાખરીયા, સ્વામીનારાયણ મંદિરના મહંત અક્ષર સ્વામી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.