૫ એપ્રિલે ચાર્જ સંભાળ્યા બાદ ધડાધડ નિર્ણયો: અત્યાર સુધીમાં ૬૦૦ કેસોની સુનાવણી પૂર્ણ કરી લીધી
રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો.રાહુલ ગુપ્તાએ એક બે નહીં પરંતુ અપીલ કેસો સાંભળવામાં અને નિકાલ કરવામાં પાંચ ગણી સદી ફટકારી દીધી છે અને ફકત પાંચ જ માસના સમય ગાળામાં ૪૫૦ી વધુ અપીલ કેસોનો નિકાલ કરી ધડાધડ ઓર્ડર પણ કરી નાખ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા.૫ એપ્રીલના રોજ રાજકોટ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો.રાહુલ ગુપ્તાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન ધોનીની જેમ અપીલ કેસોનો નિકાલ કરવા રીતસરની ફટકાબાજી શરૂ કરી વર્ષોથી પેન્ડીંગ રહેલા હજારો કેસનો નિકાલ કરવા ઝુંબેશરૂપી કામગીરી શરૂ કરતા જુલાઈ ૨૪ સુધીમાં અપીલ શાખાના ૬૦૦ જેટલા કેસોની સુનાવણી પૂર્ણ ઠઈ ગઈ જે પૈકીના ૪૫૦ી વધુ કેસોમાં ઠરાવ કરી અરજદારોને ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના ઈતિહાસમાં ડો.રાહુલ ગુપ્તાએ એક-એક બોર્ડમાં ૬૫ જેટલા કેસો સમાવી નવો ઈતિહાસ રચ્યો છે અને આગામી ઓગષ્ટ માસના અંત સુધીમાં અપીલ શાખામાં પેન્ડીંગ રહેલા શરતભંગ, રીવીઝન સહિતના ૭૦૦થી વધુ કેસોની સુનાવણી પૂર્ણ કરી લઈ ૫૦૦ જેટલા કેસોનું ભારણ હળવું કરી દેવામાં આવશે.
જો કે, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની આ ઝડપી કામગીરીમાં અપીલ શાખાના નાયબ મામલતદાર સાંચલાની ટીમના જાડેજા, ટાંક, રાતડીયા, જોશી સહિતના કર્મચારીઓ પણ દિવસ-રાત એક કરી કામગીરી કરી રહ્યાં હોય ટીમ કલેકટરની મહેનત રંગ લાવી છે.