• તાલીમી માનવબળ,બચાવ-રાહત સાધનો, પાવર બેક-અપ, સંદેશાવ્યવહારના સાધનોના સેટ-અપ વગેરેની સમીક્ષા કરાઈ: કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને પ્રિમોનસૂન કામગીરીના આયોજન અંગેની બેઠક મળી

જિલ્લા સમાહર્તા  પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે વર્ષાઋતુ-2024 પ્રિ-મોનસુન કામગીરીના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. જે અન્વયે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. વર્ષાઋતુ અગાઉ કરવાની કામગીરી જેમકે બચાવ અને રાહત કામગીરી, ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ-સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, એસ.આર.પી. ટીમની સજજતા,વિવિધ વોકળા- નદીપટની સફાઈ, પશુઓને ઘાસચારો વગેરે વિષે ચર્ચા કરવામાં આવી હતી.

તદુપરાંત વર્ષામાપક યંત્રનુ મેન્ટેનન્સ તથા ડેમ-કેનાલ વગેરેના દરવાજાની ચકાસણી અને સફાઇ કરવા, જરૂરી સ્થળો પર  વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ફલ્ડ કંટ્રોલ યુનિટ, સાવચેતી અંગેના સંદેશા ગ્રામ્ય કક્ષા સુધી તાત્કાલિક પહોંચે તેમજ ગ્રામ્ય કક્ષાથી જરૂરી સંદેશાઓ પહોંચાડવા સંદેશાવ્યવહારના સાધનોના અદ્યતન સેટ-અપ, કોઝવે પર સાઈન માર્ક કરવા, નિચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાઓની યાદી તૈયાર કરી વ્યવસ્થા કરવા,પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીના તૂટેલા તાર-જોખમી ઝૂકેલા વીજ પોલ નિકાલની કામગીરી, આવશ્યક મટીરીયલ, રસ્તા બંધ થતાં વૃક્ષો હટાવવા-કાપવાના સાધનો, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર-હોસ્પિટલો ખાતે સાધનો-દવાઓ, કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, માનવબળ વગેરે વિષે ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જાનહાનિ ટાળવા ખુલ્લા રહેતા બોરવેલ અને ટયુબવેલને ઢાંકવા પર કલેકટરએ ભાર મૂકયો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ,જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, જિલ્લા આરોગ્ય અધિકારી પપ્પુ સિંઘ,જિલ્લા વન સંરક્ષણ અધિકારી પટેલ, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.