બિહારના બકસર જીલ્લાના કલેકટર પાંડે ૨૦૧૨ની બેંચના આઇએએસ અધિકારી હતાં: બિહારના સીએમ નીતીશ કુમારે દુ:ખ વ્યકત કરી
બિહાબના બકસર જીલ્લાના કલેકટર મુકેશ પાંડેને ગઇરાત્રે મૃત જાહેર કરવામાં આવ્યા છે. બિહારના સીનીયર આઇએએસ અધિકારી આત્મહત્યાની ચિઠ્ઠી સાથે ગાઝિયાબાદના રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યા હતા. તેમનું મૃત શરીર ગાઝીયાબાદના રેલવે ટ્રેક પર એક કી.મી.ના અંતરે રેલવે સ્ટેશન પર મળી આવ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કલેટકર પાંડે ૨૦૧૨ની બેંચના આઇએએસ અધિકારી હતા. તેઓએ તેમની જીંદગીથી કંટાળીને આ પગલુ
ભર્યુ હતું. તેમની લાશ પાસેથી મળેલી આત્મહત્યાની ચીઠ્ઠીમાં તેમણે જીવનની આશા ગુમાવી હોવાનું માલુમ પડયું હતું. તેમણે ચિઠ્ઠીમાં દિલ્હીમાં આવેલ જનકપુરી જીલ્લાના વિસ્તારમાં ૧૦મા માળેથી કુદીને આત્મહત્યા કરવા જઇ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જીંદગીથી કંટાળીને જીવનદોરી ટુંકાવવાનો નિર્ણય લીધો હતો. તેમજ તેમની આત્મહત્યાની વિગત વર્ણવતી ચિઠ્ઠી દિલ્હીની એક નામી હોટલના ૭૪૨ નંબરના ‚મમાં નાઇક બેગમાં છોડી છે. તેમજ પોતે માફી પણ માગી હતી અને તેઓ બધાને ખૂબ પ્રેમ કરે છે માટે તેમને માફ કરી દેવા માટે જણાવ્યું હતું. એવું સીનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ એચ.એન. સિંઘે જણાવ્યું હતું.
સિંઘે જણાવ્યું હતું કે તેમણે આત્મહત્યા શા માટે કરી ? તે તાત્કાલીક જાણી શકાયું ન હતું.
તેમની મોત વિશેની ખબર મળ્યા બાદ બિહારના સીએમ નીતીશકુમારે સંવેદના વ્યકત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેઓ સક્ષમ અને સંવેદનશીલ અધિકારી હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, એવું ટવીટ કર્યુ હતું.
રેલવે પોલીસ અધિકારીઓ એ ઘટના સ્થળ પર પહોચીને કોટ ગામ નજીક તેમનો મૃતદેહ મળ્યો હતો. તેમજ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ટીમ સત્વરે નજીકના મોલ પર સીસી ટીવી કુટેજ મેળવવા પહોંચી હતી. પણ તેમને કલેકટર પાંડે દેખાયા ન હતા. સીસીટીવી કુટેજ મુજબ તેઓ મોલની બહાર નીકળીને નજીકના સ્ટેશન પર જતા જોવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સીસીટીવી કુટેજ મળ્યા નહતા. દિલ્હી પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણી આ મામલે વધુ તપા હાથ ધરી હતી.