બેન્ક પાસેથી લોન લઈને પરત કરવામાં નિષ્ફળ રહેલા ૨૧ જેટલા બાકીદારોની મિલકત જપ્ત કરી લોનના પૈસા વસુલવા બેંકોની દરખાસ્ત મળી હતી. જેને લઈને આજરોજ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ૨૧ આસામીઓની મિલકત જપ્ત કરી રૂ.૩૯૧.૨૨ કરોડની વસુલાત કરવાના આદેશો આપી મામલતદારોને અધિકૃત કર્યા છે.

ધી સિકયુરીટાઈઝેશન એન્ડ રી ક્ધસ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટ્રસ્ટ એકટ ૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ જિલ્લા કલેકટરે બેંકોની લોન પરત કરવામાં નિષ્ફળ રહેલા ૨૧ જેટલા આસામીઓની તારણમાં મુકવામાં આવેલી મિલકતોની જપ્તી કરી રૂ.૩૯૧.૨૨ કરોડ વસુલવા માટે બેંકોની મળેલી દરખાસ્તોને માન્ય રાખી મામલતદારોને અધિકૃત કરવામાં આવ્યા છે.

જાનકી પ્લાસ્ટીક શાપર-વેરાવળની લેણી રકમ રૂ.૧૮૮૭૨૦૨ તેમજ જય જાગના સેલ્સ કોર્પોરેશન રાજકોટ રૂ.૬૨૯૭૮૭૭, કિશોર પી.સંઘાણી તા અન્ય બે રાજકોટ રૂ.૨૭૫૬૭૬૭, રઘુવીર કોટેક્ષ રૂ.૨૫૮૭૨૭૨૪૦, બાલકૃષ્ણ પ્રા.લી. કાંતિલાલ ભીમજીભાઈ અઘેરા રાજકોટ રૂ.૧૫૫૩૧૬૦૭૨, આર્ચીત જેમ્સ મુંબઈ ૧૫૩૪૦૦૦૦૦, ભાર્ગવ મનહરલાલ હંજ રાજકોટ રૂ.૨૫૩૬૧૬૮, રાધે એલોઈ કાસ્ટ પ્રા.લી.શાપર વેરાવળ રૂ.૪૭૩૯૧૫૬, હર્ષદભાઈ હરસુખભાઈ વરુ તા હિરાભાઈ હરસુખભાઈ વ‚ રૂ.૧૬૩૬૩૮૦, મનસુખભાઈ ચકુભાઈ રૈયારી તા અન્ય બે રૂ.૫૮૪૨૦૯૭, કોટેચા ઈન્ડસ્ટ્રીઝ લી. રૂ.૨૧૧૨૩૯૦૯, રમેશભાઈ ખોડાભાઈ સીંગાળા રૂ.૧૭૮૨૯૨૮, ગણેશ જવેલરી હાઉસ લી. કલકત્તા રૂ.૨૭૨૦૩૭૨૧૭૬, રાજેશ રજનીકાંતભાઈ મોદી રાજકોટ રૂ.૧૨૫૪૯૦૭, એસ.આર.કોર્પોરેશન રૂ.૧૪૯૯૮૫૫૦, સીલ્ક કોટન રૂ.૭૪૬૯૭૭૫૦, શુભમ જીનીંગ રૂ.૧૯૩૫૯૯૮૬૮, કોટેચા ઈન્ડસ્ટ્રીઝ લી. રૂ.૪૮૦૪૪૪૬૧, વ્રજ કોટર્સ પેન પ્રા.લી. કાન્તીભાઈ ભીમજીભાઈ અઘેરા તા અન્ય સાત રૂ.૯૮૩૬૯૦૧૫ અને ફિલ્ડ કિંગ પોલીમર્સ રૂ.૪૨૪૭૧૫૭૩ મળી કુલ રૂ.૩૯૧૨૨૭૩૪૯૬ ની લોન વિવિધ બેંકોએ વસુલવાની બાકી હતી. બાકીદારો આ લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જતા તેઓએ લોન લેતી વખતે તારણમાં મુકેલી મિલકતોને જપ્ત કરવાના જિલ્લા કલેકટરે આદેશો આપ્યા છે. જપ્તીની કાર્યવાહી માટે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ મામલતદારોને અધિકૃત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.