આવ્યારોડ-રસ્તાના નબળા કામોની ખૂદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કરી કબૂલાત: નગરપાલિકાને નોટિસ
રોડ, રસ્તા, ગારો-કિચડ, ગંદકી, સફાઈ સહિત અનેકવિધ પ્રશ્ર્નો ધોરાજીનાં નાગરીકો માટે સમસ્યા‚પ થયા છે. ત્યારે આવા અનેક પ્રશ્ર્નો અખબારોનાં માધ્યમથી ગાંધીનગર સુધી પહોંચતા આખરે મુખ્યમંત્રીની સીધી સુચનાથી જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે તાકીદે ધોરાજી દોડી આવ્યા હતા.
ધોરાજી પ્રાંત કચેરી ખાતે ખાસ મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં કલેકટર વિક્રાંત પાંડે, પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ, ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપતિ કે.પી.માવાણી, ચીફ ઓફિસર પાલિકાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, ધોરાજીમાં ચાલી રહેલા વિવિધ કામોનાં કોન્ટ્રાકટરો સ્થાનીક આગેવાનો સાથે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ધોરાજીની દુર્દશા દર્શાવતા કેટલાક ફોટો-વિડિયો તમામની ઉપસ્થિતિમાં પ્રોજેકટ પર નિહાળ્યા હતા અને પાલિકા તંત્ર તેમજ વિભાગ અને કોન્ટ્રાકટરોનો ઉધડો લીધો હતો. ધોરાજીમાં કામ કરી રહેલ કોન્ટ્રાકટ કંપનીઓમાં મધુરમ, કૃણાલ ક્ધસ્ટ્રકશન, પાર્થ ક્ધસ્ટ્રકશન, પાયોનીયર, રોયલ સહિત એજન્સીઓ સામે નોટિસ ઈશ્યુ કરવા પ્રોસીડીંગ હાથ ધર્યું હતું.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીએ સાથે શહેરીજનોની સમસ્યાઓ અંગે સમીક્ષા કરી જણાવેલ કે ધોરાજીમાં રોડ-રસ્તાના પ્રશ્ર્ને ધોરાજીની જનતા ૩ વર્ષથી યાતના ભોગવે છે. મુખ્યમંત્રીની સીધી સુચનાથી સમગ્ર શહેરની સમસ્યાઓ સત્વરે ઉકેલવા ખાસ ધોરાજી આવવાનું થયું છે. લોકોની સમસ્યા સાચી છે. આજે તાત્કાલીક અસરથી રોડ-રસ્તા-પાણીનાં કોન્ટ્રાકટરો-એજન્સીઓને બોલાવી નગરપાલિકાના અધિકારી તેમજ આખી બોડીને બોલાવી બેઠક યોજી છે.
જે રસ્તાઓ અત્યાર સુધી બન્યા છે તેમાં ગેરરીતિ થઈ છે. રસ્તાઓ બેસી જાય છે. ખાડાઓ પડી જાય છે. મેટલીંગના કામોમાં મુશ્કેલી થતી હોવાનું જિલ્લા કલેકટરએ કબુલ કર્યું હતું. આવા કામોમાં તાત્કાલીક અસરથી થર્ડ પાર્ટી તપાસણી કરવા માટે આર.એન.બી.ના એજ્યુકેટીવ એન્જીનીયર પાઠકને સુચના અપાઈ છે. ખાસ કમીટી બનાવવામાં આવી છે. આગામી ૧૫ દિવસમાં રસ્તાઓ પૂર્ણ થાય તેવી તેમની બાહેધરી લઈ કરાશે. સાથો સાથ રોજે રોજ થતી કામગીરી અને પ્રોગ્રામ રિપોર્ટ એક ટીમ દ્વારા તૈયાર થશે.
અત્યાર સુધી જે કામગીરી થઈ તેનાથી લોકોને ખુબ મુશ્કેલી થઈ છે. ત્રણ વર્ષથી લોકો ત્રાહિમામ છે. જેની જવાબદારી નગરપાલિકાની રહે છે. નગરપાલિકા પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ નિવડી છે જે માટે આખી નગરપાલિકા સામે કલમ ૨૫૮ હેઠળ નોટિસ આપીએ છીએ. સુપર વિઝન કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. પાણીના કનેકશન, ગટરના કનેકશનની ખુબ ફરિયાદો મળી છે. જે માટે વિઝીલન્સ અને મોનીટરીંગની ખાસ કમીટી બનાવવામાં આવી છે.
વિશેષમાં કલેકટરએ જણાવેલ કે બેઠક બાદ સાત દિવસ પછી ફરી ‚બ‚ કમીટી સાથે ધોરાજીની મુલાકાત લેવામાં આવશે અને શહેરના એક-એક રસ્તાની મુલાકાત તેમજ તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ માંગીશું તેમાં કોઈ ઢીલ કે નબળી કામગીરી જોવા મળશે તો તેમાં જવાબદારો સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવો, ગ્રાન્ટો અટકાવવી તેમજ દંડાત્મક કામગીરી કરવામાં સરકાર મુકવાની નથી. સરકાર કરોડો ‚પીયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ અણઆવડતને કારણે પ્રજાના પ્રાથમિક આવશ્યક કામો કે પ્રજાની સમસ્યાનો ઉકેલ પાલિકા તંત્ર લાવી શકયું નથી. જેમાં સમગ્ર સરકારની છબી ખરડાઈ છે. જિલ્લા કલેકટર આજની બેઠકમાં આકરા પાણીએ થઈ કડક સુચનાઓ આપી હતી.