બફર ઝોનમાં નિયમોની ચુસ્ત અમલવારી
બે દિવસ પહેલા શહેરના કોલકી રોડ ઉપર મુંબઇથી આવેલ યુવાનને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા શહેરમાં પ્રથમ કોરોના રિપોર્ટ નોંધાતા ઇસ્કોન સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન અને આજુબાજુના વિસ્તારને બફર ઝોન જીલ્લા કલેકટરે જાહેર કરતાં સ્થાનીક વહીવટી તંત્રએ ગઇકાલથી આનો અમલ શરૂ કરી દીધો હતો.
ગઇકાલથી જ તાલુકાના મામલદાર જી.એમ. મહાવદીયા તાલુકા પી.આઇ. વી.આર. લગારીયા, બ્લોક હેલ્થ ઓફીસર ડો. દેવી પટેલ સહિતનો કાફલો તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યો હતો. જયાં ઇસ્કોન સોસાયટી બ્લોક નં. ૬માં રહેતા મનસુખભાઇ ગોધાસરા સહિત સાત બ્લેક કન્ટેનમેન્ટ ઝોન અને આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર થયાની વિગતો આપી હતી. ગઇકાલથી જ આ વિસ્તારમાં બફર ઝોનનો ચુસ્તપણે અમલ કરી દેવામાં આવ્યો હતો.
કન્ટેનમેન્ટ અને બફર ઝોન ર૯મી સુધી અમલમાં રહેશે: ડો. હેપી પટેલ
ગઇકાલે જીલ્લા કલેટકર જયાં કોરોના તો શહેરમાં પ્રથમ કેશ નોંધાયો છે. તે વિસ્તારને બફર ઝોન જાહેર કરતાં શહેરમાં બફર ઝોન વિશે લોકોને જાણવા માટે જિજ્ઞાસા થવા માંડી હતી. આ અંગે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો. દેવી પટેલ જણાવેલ કે પ્રથમ જે વિસ્તારમાં કોરોના કેસ નોંધાયો છે તે ઇસ્કોન સોસાયટી અને દર્દીના સંપર્કમાં આવેલ સાત બ્લોક લોકો કન્ટેનમેન્ટ ઝોન કહેવાય છે જયારે ઇસ્કોન સોસાયટીની આસપાસ જે વિસ્તાર આવેલો છે જેમાં ૯૧ ઘરોમાં લગભગ ૩૧૮ જેવા લોકો રહે છે. તે બફર ઝોન કહેવાય કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇપણ વ્યકિતને અવર જવર કરી શકતી નથી. જે સાત બ્લોક છે તેમાં તમામ વસ્તુઓ નગરપાલિકા દ્વારા પહોચતી કરવામાં આવે છે જયારે બફર ઝોનમાં ૯૧ ઘરોમાં લગભગ ૩૧૮ લોકો છે તે અગત્યતા કામ સિવાય અવર નવર કરી શકતા નથી. વધુમાં જણાવેલ કે હાલમાં સમયમાં શહેર તાલુકામાંથી લગભગ રપ૦૦ થી વધુ લોકોને કવોરન્ટાઇન કર્યા છે. અત્યાર સુધીમાં શહેર-તાલુકાના મળી ૧૧ર સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં એક રિપોર્ટ પોઝિટીવ અને ૧૧૧ રિપોર્ટ નેગેટીવ આવેલા હતા. જયારે ગઇકાલે જે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તે આગામી ર૯ તારીખ સુધી અમલમાં રહેશે.