ચારેય સ્થળોએ કોરોનાનો પ્રોઝિટિવ કેસ સામે આવ્યા બાદ કન્ટેઇનટમેન્ટ અને બફર ઝોન નકકી કરાયા

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નાના વડિયા ગામના વણકર વાસ ખાતેના નોવેલ કોરોના  વાયરસ કોવીડ-૧૯ નો પ્રોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી, આ વાયરસના ઝડપી સંક્રમણને ખાળવા માટે રાજકોટના કલેકટર રેમ્યા મોહને આ વિસ્તાર તથા તેની પાસેના ૧૧ ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે અને આ વિસ્તાર નજીકના  વણકર વાસના ૨૩ ઘરને બફર ઝોન તરીકે જાહેર કર્યા છે, જે તા.૧૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામના ગજાનન સ્ટીલ ફેકટરી ખાતે નોવેલ કોરોના  વાયરસ કોવીડ-૧૯ નો પ્રોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી આ વિસ્તારને  કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે અને આ વિસ્તાર નજીકના ૩૬ ઘરને બફર ઝોન તરીકે જાહેર કર્યા છે, જે તા.૧૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

ગોંડલના ચિરાગ એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.૧૪૩, જામવાડી, જીઆઇડીસી, ખાતેના નોવેલ કોરોના  વાયરસ કોવીડ-૧૯ નો પ્રોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી આ વિસ્તારના ૪ ઘરોના કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે અને આ વિસ્તાર નજીકના  ૧૦ ઘરને બફર ઝોન તરીકે જાહેર કર્યા છે, જે તા.૧૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

રાજકોટ તાલુકાનાં ખારચિયા ખાતે પંચાયત શેરી, હનુમાન ચોકખાતેના નોવેલ કોરોના  વાયરસ કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી  વિસ્તારના ૧૫ ઘરોને  ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે અને આ વિસ્તાર નજીકના  ૮૩ ઘરને બફર ઝોન તરીકે જાહેર કર્યા છે, જે તા.૧૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવેલ છે

સરકારી ફરજ  કામગીરી ઉપરાંતના કોઈ પણ પોલીસ, હોમગાર્ડ, સરકારી કર્મચારી, અર્ધ સરકારી એજન્સી, સરકારી/ પ્રાઇવેટ દવાખાનાના સ્ટાફ તા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિ કે જેઓ કાયદેસર ફરજ ઉપર હોય તેઓને તથા આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પરવાનગી ઇશ્યુ કરવામાં આવેલ છે તે વ્યક્તિઓને આ હુકમો લાગુ પડશે નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.