જામનગર શહેર-જિલ્લામાં વધતા જતા કોરોના કેઈસને ધ્યાને રાખીને જે વિસ્તારમાં પોઝિટિવ કેઈસ નોંધાયા છે. એ વિસ્તારમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ દૂધ, તબીબી સેવાઓ સિવાયની પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ રહેશે. બેંક શાખાઓ પણ માત્ર આંતરીક કામગીરી માટે જ ખૂલ્લી રહેશે.

જે વિસ્તારોને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલકુાના વોડીસાંગ (રણુજા) ગામના ડાલીમાઈના મંદિર પાસે ’પહેલુ ઘર પુર્ણદાસ દલુરામ મકવાણાથી દિનેશ સુરેશ જાદવ કુલ ઘર-૮,

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ડી.એસ.પી. બંગલા રોડ પર એસ.પી. બંગલાની સામે આવેલ મારૃતિ કુરીયર સર્વિસવાળી શેરીથી શરૃ કરી અંદર તરફ આવતા  સામતવિલાસ મકાન તથા મકાનની જમણી બાજુ  ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્લાસીસ સુધી તેમજ ડભી બાજુ  સામતવિલાસ મકાનના ખુણા સુધી તેમજ  સામત વિલાસ મકાનની સામે આવેલ અભય શોપીંગ સેન્ટરની પાછળના ભાગમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ બિમલભાઈ સોનગરાની ઓફિસ તેમજ ગજાનન સર્વિસ સેન્ટરની બે દુકાનોનો પાછળનો ભાગ. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ગુલાબનગર રાજકોટ હાઈવે, ગુલાબનગર જકાતનાકાની સામે મંગલમૂર્તિ કોમ્પલેક્ષ લોઅર ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ રોહેરા માર્કેટીંગ. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કલ્યાણજી મંદિર ચોક પાસે આવેલ ઝવેરીની ડેલીની અંદર જી કૃપા મકાનની બન્ને બાજુ અંદાજે ૪૦ મી. લંબાઈમાં આવેલ બન્ને બાજુના ૧૧ જેટલા રહેણાંક મકાનો જેમાં શંત્રુજય વિહાર, પંચરત્ન એપાર્ટમેન્ટ કે જેના ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર સુધીના આઠ રહેણાંક ફલેટ (બ).

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જુની સોની બજાર, શીતળા માતાજીના મંદિર પાસે ગાંધી માર્કેટમાં દુકાન નં. ર, ન્યુ ઘનશ્યામ જ્વેલર્સ તથા જુની સોની બજાર શીતળા માતાજીના મંદિર પાસે, પરેશકુમાર એચ. લોઢીયાની દુકાનની બાજુમાં આવેલ  ઘનશ્યામ જ્વેલર્સ.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં માંડવી ટાવર પાછળ આવેલ ચમેલીના થાન તરીકે ઓળખાતા ચોકમાં આવેલ ગણેશ મેટલ્સથી  ભાભાજી મેટલ્સ, શ્રુતિ મકાન થઈ સુખનાથ ઓટો ગેરેજ સુધીના બન્ને બાજુના કુલ ૬ રહેણાંક મકાનો તથા દેવા ભાણજીની શેરીમાં આવેલ અંદાજે ૧પ જેટલા રહેણાંક મકાનોનો વિસ્તાર.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ખારવા ચકલા મેઈન રોડ પર આવેલ  જામનગર ખારવા સમાજના મઢથી આગળ આવેલ રોઝી પાન સેન્ટરથી ચાલુ કરી રોડની બન્ને બાજુએ ભીમનાથ મહાદેવ મંદિરની સામે અવોલ મકાનના ખુણા સુધીના અંદાજે ૪ મકાન તથા ૪ દુકાન તેમજ હાફ ટિકિટ દુકાનની બાજુની ગલીમાં અંદાજે સાત રહેણાંક મકાનોનો વિસ્તાર.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં દિગ્વિજય પ્લોટ શેરી નં. ૧૯ માં આવેલ અવની મકાનથી ભાવમીત મકાનવાળો રસ્તો તથા ભાવમીત મકાન પછી આવેલ આડી શેરી જે શેરી નં. ર૦ તરફ જાય તે નિધીકુંજ મકાનના ખુણા સુધી, નિધિકુંજ મકાનની સામે આવેલ અતુલ મકાનથી શેરી નં. ૧૯ માં આડા રસ્તા પર આવેલ જય ભગવાન મકાનથી ધારશીભાઈ બુધના મકાન ખુણા સુધીનો વિસ્તાર.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર રોડ પર હંસબાઈ મસ્જિદની સામે આવેલ કંદોઈના ખાંચાથી રીયલ પેલેસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરથી ફોર્થ ફલોર સુધીના કુલ ૧ર રહેણાંક ફલેટ, શક્તિ કૃપા મકાન, બાલા સુંદરજી પ્રાર્થના મંદિર તથા અન્ય બે રહેણાંક મકાનનો વિસ્તાર. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં હરિયા કોલેજ રોડ પર એસ્સાર પેટ્રોલ પંપની સામે આવેલ કુદરત વિલા એપાર્ટમેન્ટ એ-વીંગ કે જેમાં ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધીના કુલ ર૦ રહેણાંક ફલેટનો વિસ્તાર. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં નિલેશભાઈ દોમડીયાના મકાનથી શેરીના છેડા સુધીના મકાનો કે જેમાં માતૃઆશિષ, સુદામા, જય સ્વામિનારાયણ, શિવમ, હરસિદ્ધિ કૃપા, વ્રજ મકાનનો સમાવેશ થાય છે તે મળી બન્ને બાજુ થઈ કુલ ર૬ રહેણાંક મકાનોનો વિસ્તાર.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ પર આવેલ નાનકપુરી વિસ્તારના રૃમ નં. ૩૭ થી ૪૮ તથા ૪૯ થી પ૯ ની વચ્ચેનો વિસ્તાર જેમાં સાધુરામ નિવાસ, ગુરૃકૃપા, સાંઈકૃપા, જયઅંબે મકાન સહિત કુલ ર૪ રહેણાંક મકાનનો વિસ્તાર. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સોઢાવાડી બાપા શેઠનો વાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં અલીભાઈના મકાનથી શેરીના છેડા સુધીના કુલ ૮ રહેણાંક મકાનોનો વિસ્તાર. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં મચ્છીપીઠ વિસ્તારમાં હની પાનની સામે રોનક પ્રોવિઝનની બાજુમાં આવેલ દુકાન.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં અન્નપૂર્ણા ચોક પાસે આવેલ નુરીપાર્ક શેરી નં. ૧ માં રફીકભાઈ મામુજીભાઈ ખત્રીના મકાનથી ભવાનભાઈ માવજીભાઈ સોનગરાના મકાન સુધીના કુલ ૧૬ રહેણાંક મકાનનો વિસ્તારનો સમાવેશ થાય છે.

આ જાહેરનામું તારીખ ર૪-૬-ર૦ર૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. અપવાદને બાદ કરતા અન્ય કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે નિયમ મુજબ પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.