- અકિલાના કીરીટભાઇ ગણાત્રા પણ ‘અબતક’ના મેનેજીંગ ડિરેકટર સતિષકુમાર મહેતા અને સુરભીના ચેરમેન વિજયસિંહ વાળા સાથે રાસ રમ્યા
- રાજય સરકારના શ્રમ રોજગારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, જીલ્લા કલેટકર અરૂણ મહેશ બાબુ, જીલ્લા વિકાસ અધિકારી દેવચૌધરી અને ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજની વિશેષ ઉ5સ્થિતિ
નવલા નોરતા અને માતાજીની આરાધના કરવાનો આજે છેલ્લો દિવસ એટલે નવમું નોરતું લોકો નવર્દુગાની નવ નવ દિવસ આરાધના કરે છે. કાલે વિજયાદશમી નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકી અને જોશ, હરખ અને ઉત્સાહથી ગરબે ઘુમતા હોય છે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને નંબર-1 ગણાતા એવા ‘અબતક સુરભી રાસોત્સવ’માં મોધેરા મહેમાનથી ‘અબતક સુરભી’ નું પટાગણ દિપ ઉઠીયું હતું. નવરાત્રિમાં અંતિમ ચરણ સુધી જકડી રાખ્યા હતા.
કાલુ સીંગર ટીમે પણ રંગ જામવીયો છે ઓરકેસ્ટ્રાથી માહોલને વધુ મજબૂત બનાવીયો હતો. ‘અબતક સુરભી રાસોત્સવ’ના માનવતા મહેમાનો રાજય સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, અકિલાના કીરીટભાઇ ગણાત્રા તેમજ દિકરાના ઘર વૃઘ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇ દોશી તેમજ તેમના ધર્મપત્ની કાશ્મીરાબેન દોશી અને ગીરીરાજ હોસ્પિટલના રમેશભાઇ ઠાકર તેમજ જીગરસિંહ જાડેજા પણ સજોડે આવ્યા હતા. તેમજ કલર્સ ગુજરાતીના સ્ટાર કાસ્ટ ‘રાશી રિક્ષાવાળી’ ની ટીમ પણ ઉ5સ્થિત રહી તે ‘અબતક સુરભી’ ને ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમ જ સેવન લાઇન રીસોર્ટના રાજેશ સાવલીયા અને ફોર સાઇડ અને ફોરસાઇડ એજયુકેશન ના જીનીલબેન મહેતા અને જોહર કાર્ડના હસનેનભાઇ તેમજ દિલીપભાઇ પટેલ, દીલીપભાઇ મહેતા, યોગેશભાઇ ઉદાણી તેમજ યુવા ભાજપ પ્રમુખ કિશન ટિલવા સહીતના મહાનુભાવઓ ‘અબતક સુરભી રાસોત્સવ’ની રોશનીમાં ઝાળહળાટ વધાર્યો હતો.
આઠમે નોરતે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. ખેલૈયા જુદા જુદા ગ્રુપમાં જુદા જુદા રંગરૂપ ધારણ કર્યા હતા. ‘અબતક સુરભી રાસોત્સવ’ કિન્નરોએ પણ ગરબે ઘૂમને ‘અબતક’ ને ખુબ ખુબ આશિર્વાદ આપ્યા હતા. ‘અબતક સુરભી રાસોત્સવ’માં જજ ખેલૈયાઓને વિજેતા તરીકે પસંદ કરવામાં અજમંજસ કરી હતી. અજમેજસની વચ્ચે જજ પ્રિન્સ અને પ્રિન્સેસ તેમજ વેલ ડ્રેસ સીનીયર, જુનીયર એવી રીતે વિજેતાને પસંદ કર્યા હતા પ્રિન્સ, પ્રિન્સેસને લાખાણે ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
x
આજે મેગા ફાઇનલ: ખેલૈયાઓને લાખેણા ઇનામોની વણઝાર
‘અબતક સુરભી રાસોત્સવ’માં ખેલૈયાઓ નવલા નોરતામાં નવ નવ નોરતા મનભરી ઝુમી ઉઠયા નવરાત્રિના પ્રારંભથી લઇને રોજે રોજ પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જયારે આજે નવરાત્રિના અંતિમ દિવસે નવ દિવસે બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ ગરબે ઘૂમે ને મેગા ફાઇનલ રમાશે તેમાંથી પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાને પસંદ કરવામાં આવશે. આજે પસઁદ પામેલા વિજેતા એટલે પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ-ત્રણ સીનીયર અને જુનીયર વિજેતાની પસંદગી કરવામાં આવશે.
રાજય સરકારના શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અબતક-સુરભી રાસોત્સવમાં મહાઆરતીનો લ્હાવો લીધો હતો, જિલ્લા કલેકટર અરૂણમહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ હાજર રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓ ગરબે પણ ઘુમ્યા હતા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ પણ રાસ રમ્યા હતા. કલેકટરે ડ્રમ પર હાથ અજમાવ્યો હતો.
- જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર કપુરીયા અને તેમના ધર્મપત્ની
- સેવન લાયન રિસોર્ટના ઓનર રાજેશભાઇ સવનીયા સજોડે રહ્યા ઉપસ્થિત
- કિરીટકાકા બન્યાં અબતક-સુરભી રાસોત્સવના અનમોલ અતિથી
- અબતક-સુરભી રાસોત્સવમાં ગઇકાલે અકિલાના સર્વેસર્વા કિરીટભાઇ ગણાત્રાએ વિશેષ હાજરી આપી હતી તેઓ અબતકના મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા અને સુરભીના ચેરમેન વિજયસિંહ વાળા સંગ રાસ રમ્યા હતા.
નિતીનભાઇ ભારદ્વાજ અને વંદનાબેન ભારદ્વાજ
ગિરીરાજ હોસ્પિટલના રમેશભાઇ ઠકકર અને તેમના ધર્મપત્ની
યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા અને યુવા ભાજપના આગેવાનો
રાશિ રિક્ષાવાળી સિરીયલના કલાકારો
એડવોકેટ દિલીપ પટેલ, દિલીપ મહેતા, દિકરાના ઘરના મુકેશભાઇ દોશી, ડો. જીગરસિંહ જાડેજા અને હસનૈન જોહર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતી