આઈએએસ ડો.રાહુલ ગુપ્તાએ પણ સાથે રહી કોવિડ-૧૯ અંગેની સગવડતાનું નિરીક્ષણ કર્યું
રાજકોટ માધાપર સ્થિત ૧૫૦ બેડ દરાવતી ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં કોવીડ-૧૯ ફેસેલીટી માટે રાજકોટના કલેકટર રેમ્યા મોહન, આઈએએસ રાહુલ ગુપ્તા તથા મેડીકલ ટીમે મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મેડીકલ ટીમે ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલની ગુજરાત રાજ્ય માટે તથા રાજકોટવાસીઓને મદદગાર રૂપે તથા અતિ આધુનિક સુવિધાઓ, વિશાળ લિબ્ડીંગ, સ્વચ્છતા માટે પ્રશંસા કરી હતી. ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફા.જોમોન થોમ્મનાએ જણાવ્યું કે, આપણા દેશની અને ગુજરાત રાજ્યની સરકાર તથા સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે મદદરૂપ નિવડવા તથા કોવીડ-૧૯ની વૈશ્ર્વિક મહામારી સામેની લડત લડવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ તથા વેલ ટ્રેઈન્ડ નર્સિગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફ ઉભા પગે સેવા આપવા તત્પર છે તથા સૌરાષ્ટ્ર અને કચ્છની અને દેશની તમામ જનતાને ઘરે રહી આ મહામારીને રોકવા સાથ આપવા માટે અપીલ કરેલ છે.