• અબતકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દેવાંશભાઈ મહેતાએ કલેક્ટરને મીડિયા હાઉસ અને તેની કામગીરી અંગે કર્યા માહિતગાર
  • જિલ્લા કલેક્ટરે દુંદાળા દેવની આરતીનો લાભ લીધો: અબતક પરિવાર સાથે હળવી પળો માણી આનંદ વ્યક્ત કર્યો

DSC 4192

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ આજે અબતક મીડિયા હાઉસમાં બિરાજેલા અબતક કા રાજાના દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ દુંદાળા દેવના દર્શન સાથે આરતીનો પણ લાભ લીધો હતો. સાથોસાથ અબતક પરિવાર સાથે હળવી પળો માણીને આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

અબતક મીડિયા હાઉસના આંગણે અબતકના સુપ્રીમો સતિષકુમાર મહેતાની રાહબરી હેઠળ દર વર્ષની પરંપરા મુજબ વિધિવત રીતે ભાવભેર અબતક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હર્ષોલ્લાસ સાથે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ સવારે અને સાંજે સમગ્ર અબતક પરિવાર દ્વારા દુંદાળા દેવની આરતી કરવામાં આવે છે.

ગણેશ મહોત્સવમાં આજે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ હાજરી આપી હતી. તેઓએ અબતક કા રાજાના દર્શન સાથે આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત તેઓએ અબતકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દેવાંશભાઈ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી. દેવાંશભાઇ મહેતાએ જિલ્લા કલેક્ટરને મીડિયા હાઉસ અને તેની કામગીરી અંગેની તમામ વિગતો આપી હતી.આ સાથે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અબતક પરિવાર સાથે વાતચીત કરીને હળવી પળો માણી આનંદ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.