મનોદિવ્યાંગ બાળકો પાસે જઈને સર્ટિફિકેટ આપીને બાળકો સાથે કલેકટરનો સંવાદ
ભારત સરકારના સામાજિક ન્યાયતા અધિકાર વિભાગ દ્વારા મનોદિવ્યાંગ બાળકોનું આર્થિક અને કાનૂની દ્રષ્ટિએ ભવિષ્ય સુનિશ્ચિત કરવા નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ સેરેબલ પાલસી, ઓટીઝમ, ડાઉન્સિન્ડ્રોમ અને મલ્ટીપલ ડિસેબીલીટી ધરાવતાં બાળકોને લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પૂરા ભારતભરમાં આ સર્ટિફેટ આપવાની સત્તા ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે.
જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટરઅરુણ મહેશ બાબુના હસ્તે આશરે 150 જેટલાં મનોદિવ્યાંગ લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટ એનાયત કર હતા. માનવીય અભિગમના દર્શન કરાવતાં કલેકટરઅને નિવાસી અધિક કલેકટરએ બાળકો પાસે જઈને સર્ટિફિકેટ અર્પણ કર્યા હતા અને વાર્તાલાપ કર્યો હતો.
આ તકે કલેકટરએ મનોદિવ્યાંગ બાળકોના માતા પિતાની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકો માટે લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટ એક કિંમતી દસ્તાવેજ સ્વરૂપ છે. આ સર્ટિફિકેટના આધારે બાળકોને સરકારની યોજનાકીય સેવાઓનો લાભ સરળતાથી લઈ શકે છે. ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની તમામ જરૂરિયાતોને પુરી કરવામાં હર હંમેશા પડખે ઉભું છે.
નેશનલ ટ્રસ્ટના બોર્ડના સભ્ય પૂજાબેન પટેલે લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટના મહત્વ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળક 18 વર્ષે પુખ્ત વયના થાય એટલે તેમના બેન્ક એકાઉન્ટ, વારસાઈ અને નાણાકીય વ્યવહાર અને મિકલતો માટે આ સર્ટીફીકેટ ખૂબ અગત્યનું છે. બાળકનો હક કોઈ અન્ય વ્યક્તિ પચાવીના પાડે તે માટે કલેકટરશ્રીને તેના ગાર્ડિયન નિમવાની સત્તા આપવામાં આવે છે.
વધુમાં કલેકટરએ સમાજ કાર્યના અભ્યાસના ભાગરૂપે ખજઠ અને ઇજઠ નો અભ્યાસ કરતી દીકરીઓને સમાજ સુરક્ષા વિભાગમાં ઇન્ટરશીપ કરીને સરકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવાની કામગીરીને બિરદાવી હતી અને પ્રોત્સાહિત કરી હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.ઠક્કર, સમાજ સુરક્ષા અધિકારીમેહુલગીરી ગોસ્વામી, મિતસુબેન વ્યાસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.