રાજકોટ કલેકટરે સ્થળ સમીક્ષા કરી સંબંધીત અધિકારીઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સુપેરે કામગીરી કરી રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવા બાબતે જાત નિરીક્ષણ કર્યું હતું.
ઉપરાંત સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાતમાં તેમની સાથે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર અને માર્ગ – મકાન વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ્ર્વરી નાયર ઉપસ્થિત રહ્યા હતા.
શૈક્ષણિક સંસ્થાઓમાં EVM અને VVPTના નિદર્શન સાથે મતદાન જાગૃતિના પ્રયાસો
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક, ફલાઈંગ સ્કવોડ, વીડિયો વ્યુઈંગ સહિતની ટીમોની રચના, બૂથ સર્વેલન્સ સહિત કામગીરી કરવામાં આવી છે. ત્યારે નાગરિક પોતાનો કિંમતી મત આપીને લોકશાહીને વધુ મજબુત કરે
તે માટે સ્વીપ દ્વારા મતદાન અંગેની જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દેશનું ભવિષ્ય એવા યુવા મતદારો મતદાન અંગે જાગૃત્તા કેળવે તે માટે સ્વીપ દ્વારા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે રાષ્ટ્રીય શાળા, એમ.એ.જાની જીવનશાળા, જી.કે.ધોળકીયા, કડવીબાઈ વિરાણી, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, બારદાનવાલા ગર્લ્સ હાઈસ્કુલ, ન્યુ એરા, ભાલોડીયા સહિતની વિવિધ સંસ્થાઓમાં ઊટખ અને ટટઙઝના નિદર્શન સાથે માહિતીગાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મતદાન બુથ ઉભું કરીને મત કુટિર અને મતદાન પેટી ઉભી કરીને નિદર્શન સાથે નૈતિક મતદાન કરવા માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવે છે.સ્ટેટ-ડિસ્ટ્રીક આઈકોન, રેડિયો જોકી અને એલ.ઈ.ડી. ડિસ્પલે વીડિયોના માધ્યમથી યુવા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.