સ્કેપના વેપારીએ પત્ની અને આઠ વર્ષના પુત્રને ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું: સુસાઇડ નોટ આપઘાતનું રાઝ ખોલશે: માતા-પિતાએ અનેકના એક પુત્ર અને માસુમ પુત્રીએ માતા-પિતા ગુમાવતા વિપ્ર પરિવારમાં શોક
ભાવનગર શહેરના લીલા સર્કલ રોડ પર આવેલી સત્યમ રેસીડેન્સીમાં રહેતા વિપ્ર પરિવારના દંપતિ અને આઠ વર્ષના માસુમ પુત્ર સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાતની ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું છે.
અલંગના સ્ક્રેપના વેપારીએ પત્ની અને પુત્ર સાથે ભરેલા પગલાથી બે વર્ષની માસુમ પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. સુસાઇડ નોટના આધારે પોલીસ આપઘાતનું કારણ બહાર આવશે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના શહેરના લીલા સર્કલ રોડ પર આવેલી સત્યમ રેસીડેન્સી રહેતા વિપ્ર અને અલંગમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા નિલેશ હસમુખભાઇ ઉપાઘ્યાય (ઉ.વ.૩૬) અને તેની પત્ની હિરલબેન નિલેશભાઇ (ઉ.વ.૩૨) તથા તેનો આઠ વર્ષનો પુત્ર ભાવિકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત બે વર્ષની માસુમ પુત્રીના લાંબા સમય સુધી રડવાના અવાજથી પાડોશીએ દરવાજો ખટખટાવના કોઇ ન ખોલતા પાડોશીએ બારીમાંથી જોતા માસુમ પુત્ર ભાવિક રસોડામાં બેભાન હાલતમાં જોતા પાડોશીને અજુગતુ બન્યાની શંકા જતાં અન્ય પાડોશીને જાણ કરી પોલીસને જાણ કરી હતી.
આ બનાવની પોલીસને થતા ભરતનગરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ બારણા તોડયા હતા. અને ત્રણેયને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડયા હતા જયાં તબીબોએ મૃત જાહેર કરતા મૃતદેહને પી.એમ. કર્યુ હતું.
પોલીસે મકાનમાંથી સુસાઇડ નોટ કબ્જે કરી તેમજ મૃતકનું મુળ વતન તળાજા તાલુકાના પુથલપુર હોય તો સવારે માતા-પિતાને ગામડે આટો મારવાનું કહી આ પગલુ ભરી લીધાનું મૃતકના પિતા હસમુખભાઇએ કહ્યું છે પરંતુ ભારે વરસાદના કારણે મૃતકના માતા-પિતાને તળાજાની પુથલપુર જવા માટે વાહન ન મળતા પરત આવતા પુત્ર, પુત્રવધુ અને પૌત્રના મોતના સમાચાર સાંભળી આધાત લાગ્યો હતો.
પોલીસે જયારે બારણુતોડીને અંદર પ્રવેશ્યફા ત્યારે બે વર્ષની પુત્રી માતા હિરલબેન પાસે બેઠી હતી તેની માતાને હલાવતી હોવાની ઘટનાએ પોલીસે નિહાળીને આંખોમાં આંસુ આવી ગયા હતા.
પોલીસે કબ્જે કરેલી સુસાઇટ નોટના આધારે આપઘાતનું કારણ બહાર આવશે તેમ ધંધામાં મંદી કે ભાગીદારી તથા કુટુંબ કલેશ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળશે.
આ બનાવથી માતા-પિતાએ એકના એક પુત્ર ગુમાવ્યો જયારે દંપતીના મોતથી પુત્રીએ માતા-પિતા ગુમાવ્યા છે.