સાંસદ મોહન કુંડારીયા, કમલેશ મિરાણ, ધનસુખ ભંડેરી, ગોવિંદ પટેલ, લાખાભાઇ સાગઠીયા સહિતના અગ્રણીઓ દ્વારા ખાદી ખરીદી
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અંતર્ગત શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. ત્યારબાદ શહેર ભાજપ દ્વારા શહેરના ત્રિકોણબાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે સામુહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયેલ હતો.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, રાજુભાઇ ધ્રુવ, ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, રાજુભાઇ બોરીચા સહીતના અગ્રણીઓએ ખાદી ખરીદી કરેલ હતી.
આ કાર્યક્રમમાં વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઇ કાથરોટીયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, કલ્પનાબેન કિયાડા, સોનલબેન ચોવટીયા, દીવ્યરાજસિંહ ગોહિલ, માધવ દવે, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઇ પારેખ, હરેશ જોશી, મનુભાઇ વઘાશીયા, રમેશ અકબરી, પ્રતાપભાઇ વોરા, નીતીન ભુત, પ્રવીણભાઇ મારુ, હસુભાઇ ચોવટીયા, અશ્ર્વીન મોલીયા, શૈલેશ પરસાણા, જીજ્ઞેશ જોશી, ડો. દર્શીતાબેન શાહ, વીનુભાઇ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, અતુલ પંડિત, સંગીતાબેન છાયા, હિતેશ મારુ, રાજેન્દ્રસિંહ ગોહિલ, તેજશ જોશી, રસીકભાઇ કાવઠીયા વગેરે ઉ5સ્થિત રહ્યા હતા.
ખાદીની વસ્તુઓમાં અનેક વિધ ડિઝાઇનો, કલર વેરાયટી જોવા મળે: ડો. પ્રદિપ ડવ (મેયર)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મેયર ડો. પ્રદિપભાઇ ડવએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. એવું કહેવાય છે કે તેમનું જીવન એક સંદેશ છે દેશના લોકોને સ્થાનીક લોકોને રોજગારી મળી રહે અને તેઓ પોતે પણ ખાદી માટે રેટિયો કાંતતા હતા. તેઓને ખાદી પ્રત્યે ખુબ જ લગાવ હતો. ખાદી મારફત અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન આપણા દેશમાં કરી આપણે તેનો ઉપયોગ કરીએ. આજે રાજકોટ શહેર ભાજપ
દ્વારા સામુહિક ખાદીની ખરીદી કરી છે. હવે યુવાનો પણ ખાદીને અપનાવી રહ્યાં છે જે ખુબ જ મહત્વની બાબત કહેવાય, ખાદીમાં પણ અનેક વિધ ડિઝાઇનો વેરાવટી જોવા મળેછે જે યુવાઓને આકર્ષે.
આ વર્ષે 31 ઓકટોબર સુધી જ વળતર મળશે, અમે સરકારને સમય લંબાવવા રજુઆત કરીશું: પરાગ ત્રિવેદી (સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ-રાજકોટ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ મંત્રી પરાગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે બીજી ઓકટોબરથી પુજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિથી દર વર્ષની માફક સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના દરેક વેચાણ કેન્દ્ર પર ગુજરાત ઉત્પાદિત ખાદીમાં ર0 ટકા વળતર અને પરપ્રાંતિય ખાદી ઉત્પાદનની વસ્તુમાં 10 ટકા વળતર આપવાનું શરુ કરવામાં આવ્યુઁ છે. કોરોના કાળમાં ખાદીની ખરીદી ઓછી થયેલી પરંતુ આ વર્ષે અમે મહેનત કરી અલગ અલગ ડિઝાઇન, વેરાઇટી, કલરોમાં ખાદીની પ્રોડકટનું ઉત્પાદન કર્યુ છે. તેમાં પણ ખાસ કરીને યુવાઓને ઘ્યાનમાં રાખી
ફાસ્ટ કલર, નવી ડિઝાઇનો વાળી ખાદીનું ઉત્પાદન કરેલ અને સારા પ્રમાણમાં વેચાણ થશે. તેવી આશા છે. માત્ર સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીના વેચાણ કેન્દ્રોમાં 31 માર્ચ સુધીમાં ચાર કરોડથી વધુનું ખાદીનું વેચાણ થશે તેવો અમારો ટાર્ગેટ છે. હવે લોકો સમજતા થયાં છે કે ટેરી કોટન, પ્લાસ્ટીક સહિતના કપડા શરીર માટે હાનીકારક છે અને સ્વદેશી ઉત્પાદનમાં અમારા દ્વારા પુરતી ચોકકસાઇ રાખી હાથેથી કંતાયેલું અને હાથેથી વણાયેલું સૂતર હોય અને 100 ટકા શુઘ્ધ હોઇ તેવી જ ખાદીનું વેંચાણ થાય છે. તેના કારણે શરીરને ફાયદો થાય છે હવે ખાદીની ખરીદીમાં યુવાનોનો ઉત્સાહ વઘ્યો છે.
વળતર પિડિયઝની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા ર008માં પ0 ટકા વળતર મળતું ત્યારબાદ સમયાંતરે 40 ટકા 30 ટકા વળતર થયું. અને ગયાં વર્ષથી ગુજરાત ઉત્પાદીત ખાદીમાં ર0 ટકા વળતર મળતું. ગયા વર્ષે 31 ડીસેમ્બર સુધી વળતર મળતું પરંતુ છેલ્લી કેબીનેટમાં ગુજરાત સરકારના નિર્ણય પ્રમાણે ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ગઇકાલે પરિપત્ર કરેલ છે તેમાં 31 ઓકટોબર એટલે કે મહિનાનો જ વળતર પિડિયડ આપવામાં આવ્યો છે. આ માટે તમામ ગુજરાતની સંસ્થાઓ ભેગી થઇ અમારું સંસ્થા સંઘ યુનિયન ના તમામ પ્રતિનિધિઓ ગુજરાત સરકારને રજુઆત કરવાના છીએ વળતર આપવાના સમયગાળાને લંબાવવામાં આવે.
આજે યુવાનો પણ સ્વદેશી ખાદી તરફ આકર્ષાયા: ગોવિંદભાઇ પટેલ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલએ જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંંતિ છે. આ બન્ને મહાપુરુષોએ દેશને સ્વદેશી અપનાવોનું સૂત્ર આપ્યું હતું. ગાંધીજીએ આહવાન કર્યુ હતું કે સ્વદેશી અપનાવી અંગ્રેજોને હાંકી કાઢો આજે એ જ સૂત્રને સાર્થક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આહવાન કરેલ. આજે ખાદી ખરીદો અને ગ્રામ્ફ વિસ્તારમાં આ થકી રોજીરોટી મેળવતાને મદદરુપ બનો તે હેતુસર આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાદીની ખરીદી કરી રહ્યા છે.
પહેલાના સમયમાં અમુક લોકો જ ખાદી ખરીદતા પહેરતા પરંતુ હવે યુવાનો પણ ખાદી પ્રત્યે આકર્ષાયા છે. જે ખુબ જ સારી બાબત છે. હું પણ ખાદીને અપનાવું છું. ખાદી પહેરવું શરીર માટે ખુબ જ સારું માનવામાં આવે છે.