માલધારીઓએ નળકાંઠા અને દેત્રોજ વિસ્તારમાં પડાવ નાખ્યા: પાટડી પંથકને અછતગ્રસ્ત જાહેર કરવાની આવશ્યકતા
રણકાંઠા વિસ્તારમાં ચોમાસામાં નહિંવત વરસાદ વા છતાં તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો ની. આથી ઘાસચારાની તંગી ઉભી થતાં માલધારી પરિવારો પોતાના માલઢોર સાથે નળકાંઠા અને દેત્રોજ વિસ્તારમાં ધામા નાખ્યાં છે. હજી પણ માલધારી પરીવારોની સામુહિક હિજરત ચાલુ જ છે.
પાટડી તાલુકામાં માલધારી સમાજની વસ્તી વધારે હોવાથી માલઢોરની સંખ્યાં પણ ખુબ વધારે છે. આ વર્ષે રણકાંઠા વિસ્તારમાં ચોમાસામાં વરસાદ પણ નહીંવત થતાં ઘાસચારાની તંગી ઉભી થઇ છે. હજી ચોમાસુ પુરૂ થઇ રહ્યું છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ સામે આવી છે.
શિયાળો અને ધોમધખતો ઉનાળો પસાર કરવાનો છે. સીમ વિસ્તારમાં ચરણ ખૂટી પડતા ગામડાઓ અને શહેરી વિસ્તારોની આસપાસના મેદાનોમાં પશુઓ સાથે માલધારીઓએ પડાવ નાખીને પશુઓનું પેંટ ભરી રહ્યાં છે.પાછલા ત્રણ-ચાર દિવસી પાટડી તાલુકાના માલધારી સમાજના માલધારીઓ પોતાના માલઢોરો સાથે સીધુ સામાન લઇ વાહનોમાં સામુહિક હિજરત સાથે સ્ળાંતર કરી રહ્યાં છે.
આ તમામ માલધારી પરિવારો પોતાના માલઢોરસાથે ડાંગર વધારે પાકે એવા ધોળકા અને ધંધુકા સહિત નળકાંઠાના ગામડાઓમાં અને દેત્રોજ કે જ્યાંબારેમાસ પાણીની સાથે પિયતની સગવડ છે.
એવા વિસ્તારમાં સ્ળાંતર સાથે સામુહિક હિજરત કરી ચુક્યા છે. આ અંગે રણકાંઠા વિસ્તારના લક્ષ્મણભાઇ રબારી અને રૂગનાભા રબારીએ જણાવ્યુંકે, પાટડી તાલુકામાં ૫ ઇંચ એટલે કે ૧૨૫ મી.મી.થી પણ ઓછો વરસાદવા છતાં અછતગ્રસ્ત જાહેર ના કરાતા માલધારીઓને હીજરત કરવાની નોબત આવી છે.