ગંગા નદીમાં ધાર્મીક પુજા વિધિ બાદ સરગમના હોદેદારોએ અસ્થિઓનું વિસર્જન કર્યુ
છેલ્લા છ માસ દરમિયાન રાજકોટના રામનાથપરા મુકિતધામમાં જેમના અગ્નિસંસ્થકાર કરવામાં આવ્યા હતા તેમના અસ્થિનું સામુહિક વિસર્જન કરવાનું પુણ્યકામ સરગમ કલબના હોદેદારોએ કર્યુ હતુ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ સરગમ કલબના હોદેદોારો મકરસંક્રાંતિના પર્વે હરદ્વાર પહોચ્યા હતા.
સરગમના હોદેદારોએ ગત તા.૧૫ ને મંગળવારના રોજ સવારે પવિત્ર ગંગા નદીમાં પૂજા વિધી કર્યા બાદ અસ્થિ વિજર્સન કર્યુ હતુઁ. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કર્યા પૂર્વે રાજકોટ ખાતે રામનાથ મુકિતધામમાં ધાર્મિક વિધી મુજબ અસ્થિઓનું સામુહિક પુજન કરાયું હતું. આ ઉપરાંત ગઁગાઘાટ ખાતે સાધુ સંતોને ભોજન પણ કરાવાયું હતું.
તા. ૧/૭/૨૦૧૮ થી ૩૧/૧૨/૨૦૧૮ દરમિયાન રામનાથપરા મુકિતધામમાં વિદ્યુત વિભાગ અને લાકડા વિભાગમાં જેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેવા રપ૦૦ થી ધુ અસ્થિઓનું ગંગા નદીમાં ડૂબકી લગાવી વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ તકે ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે ગંગાઘાટ ખાતે યોજાયેલી પુજા વિધી માં મૃતકોના આત્માના શાંતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.આ અસ્થિ વિસર્જન કાર્યમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ની આગેવાની હેઠળ મનસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા તેમજ રેશ્માબેન સોલંકી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી,ભાવનાબેન મહેતા, વિપુલાબેન હિરાણી અને આશાબેન ભુછડા સહીતના સરગમના હોદેદારો અને અગ્રણીઓએ એક એક મૃતકના નામ લઇને અસ્થિઓનું હરદ્વાર મુકામે ગંગા નદીમાં વિસર્જન કર્યુ હતું.