ક્રાઈમ બ્રાંચના બી.ટી.ગોહિલ, કે.કે.જાડેજાને અમદાવાદ અને આર.સી.કાનમીયાને બરોડા: સુરેન્દ્રનગરથી વિરમ કલોતરાની રાજકોટ ખાતે બદલી

રાજકોટ શહેરના ૧૪ અને ગ્રામ્યના બે પીએસઆઈના ટ્રાન્સફર સામે ચારની નિમણુક

લોકસભાની ચુંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે ગત સપ્તાહમાં ૭૪ પોલીસ ઈન્સ્પેકટરની બદલીના ધાણવા બાદ લાંબા સમયથી એક જગ્યા પર ચીપકી રહેતા ૩૪૬ જેટલા પી.એસ.આઈની રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ગંજીપતો ચીપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લામાંથી ૪૩ જેટલા પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જયારે ૫૧ ફોજદારની નિમણુક કરવામાં આવી છે. જયારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચના ત્રણ પીએસઆઈ સહિત ૧૪ ફોજદારની બદલી સામે ચારની નિમણુક કરવામાં આવી છે અને રાજકોટ ગ્રામ્યના પીએસઆઈની બદલી કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા જાડેજા ક્રિપાલસિંહ કાન્તુભાની અમદાવાદ ગ્રામ્ય, ભગીરથસિંહ ટેમુભા ગોહિલની અમદાવાદ ગ્રામ્ય, રાજેશ ચેલાભાઈ કાનમીયાની વડોદરા શહેર, પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ કલ્પેશકુમાર ગંભીરસિંહ સિસોદીયાની ભુજ, ભરતકુમાર ધોલજીભાઈ રાઠવાની અમદાવાદ ગ્રામ્ય, ભકિતનગર પોલીસ મથકના મહિલા પીએસઆઈ એન. એ. શુકલા, કુવાડવા પોલીસ મથકના મહિલા પીએસઆઈ પુજા છગનભાઈ મોલીયા, આજીડેમ પોલીસ સ્ટેશનના મયુર પ્રભાતભાઈ સોનારા, ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતા મહમ્મદ અસ્લમ શૌકતઅલી અંસારી, એ ડિવીઝનના કુલદીપસિંહ અશોકસિંહ જાડેજાની અમદાવાદ, મહિલા પોલીસ સ્ટેશનના ઈશુભા મુળુભા ઝાલાની જીયુવીએનએલ, ગાંધીગ્રામ પોલીસ મથકના ઓધડ જેઠાભાઈ ચીહલાની અમદાવાદ ગ્રામ્યમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજકોટ ‚રલમાં ફરજ બજાવતા અમીનાબાનુ હબીબભાઈ ગોરી અને વિમલ ધીરજલાલ ધોરડાની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર અને ‚રલના મળી ૧૪ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જયારે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા વિરમ બિજલભાઈ કલોતરા, ગાંધીનગરમાં ફરજ બજાવતા દીપકકુમાર મોહનલાલ સાધુ અને ગાંધીનગરના પ્રદિપસિંહ પ્રવિણસિંહ ચાવડાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.