સેશન્સ કોર્ટના ૬૮, સિનિયર સિવિલ ૮૪ અને ૬૦ જજને બઢતી સાથે ટ્રાન્સફર

સીબીઆઈ કોર્ટના જનકકુમાર પંડયાને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટમાં, રાજેન્દ્રકુમાર ગનેરીવાલ ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ સહિત શહેર-જિલ્લામાં ૧૨ જજોની નિમણૂંક

ઉનાળુ વેકેશન પડવાની ગણતરીનાં દિવસો બાકી છે. જ્યારે હાઈકોર્ટનાં કાર્યકારી ચીફ જસ્ટીસનાં આદેશ અનુસાર રજીસ્ટ્રાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧૯ સહિત  ૨૧૪ ન્યાયધીશોની સામુહીક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. બદલીનાં હુકમમાં ૬૮ ડીસ્ટ્રીકટ જજ, ૮૪ સીનીયર સિવિલ બદલી અને ૬૦ને બઢતી  સાથે  નિમણૂંક તેમજ જે તે શહેરની અંદર કોર્ટ ટ્રાન્સફરના હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર-જિલ્લામાં મળી ૨૬ ન્યાયધીશોની અરસ-પરસ બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા મોડી સાંજે બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ શૈલેષકુમાર મહેતાને (મોડાસા), ગોધરાથી આશીષકુમાર ઓઝાને મોરબી રાજકોટથી જે.એલ.ઓડેદરાને ખંભાળીયા, પાલનપુરથી પરેશકુમારને અમરેલી, અમરેલીથી પ્રશાંત જોષીને બરોડા ગોધરાથી હર્ષીત વોરાને જેતપુર, અમરેલીથી નાનજીભાઈ ચૌધરીને હીંમતનગર, મહુવાથી શૈલેષ પટેલને અમદાવાદ, વેરાવળથી ભુપેશકુમારને થરાદ, ગોધરાથી કાજલ દવેને રાજકોટ, ભરૂચથી શૈલેષ દવેને રાજુલા, બરોડાથી અમરીશકુમારને મહુવા, જામનગરથી અશોક શર્માને અમદાવાદ, ગોંડલથી જયંતકુમાર વ્યાસને વીસનગર, રાજકોટથી હર્ષ ત્રિવેદીને વીરમગામ, બોટાદથી ઉપેન્દ્ર વીશનગર, ખંભાળીયાથી સંકુતલા સોલંકીને ગાંધીનગર, સુરતથી દિગંત વોરાને રાજકોટ, સુરતથી હાદિર્ક મહેતાને ગોંડલ, જેતપુરથી જયંતકુમાર ઠક્કરને અમદાવાદ, રાજકોટથી જયશ્રી બુઘ્ધ ભટ્ટીને અમરેલી, લીંબડીથી હરીશચંદ્ર વાઘેલાને અમદાવાદ, ભાવનગરથી જતિન ઠક્કરને દાહોદ, ગોધરાથી દર્શન દવેને રાજકોટ, રાજકોટથી મીનાક્ષીબેન રાવલને અમદાવાદ, રાજુલાથી અશ્વિન શાહને પાટણ, અમરેલીથી બાબુગર ગોસ્વામીને ગોધરાને બદલી કરવામાં આવી છે.

સીનીયર સીવિલ અને સિવિલ જજ તરીકે ફરજ બજાવતા ન્યાયધીશોની બદલીના હુકમમાં કરવામાં આવ્યા છે. જામનગરથી હસમતીયા કાઝી પ્રાતીઝ, રાજકોટથી આસીત દવેને અમદાવાદ, અમદાવાદથી નીમીલેશ રાડીયાને અમરેલી, ભાવનગરથી રાજુલ મારફતીયાને અમદાવાદ, વંથલીથી હાદિર્ક ઉપાઘ્યાયને ખેડબ્રહ્મા, બરોડાથી ભરતકુમાર ભટ્ટને લેબર કોર્ટ રાજકોટ, નયનાબેન પંડીત ગોંડલ, વેરાવળથી સજુર્દીન મસુરીને નડીયાદ, ભાવનગરથી મકસુદ અહેમદને અમદાવાદ, નખત્રાણાથી જયમીન કુમાર પંડીત અમદાવાદ, વેરાવળથી મહીપાલસિંહ બીહોલાને ગાંધીનગર, અમરેલીથી કીરણ પ્રભાને મહેસાણા, બરોડા સાહીદ મનસુરીને રાજકોટ, રાજકોટથી એન.જી.સુરતીને આણંદ, પોરબંદરથી આર.એસ.પુરાનીને અમદાવાદ, જામનગરથી પરેશકુમારને અમદાવાદ, રાજકોટથી આર.બી.ઈટાલીયાને અમદાવાદ, બરોડાથી નીતા ચોકસીને જામનગર, અમદાવાદથી મોરબી જુનાગઢ દીપક ખંભાતીને અમદાવાદ, સુરેન્દ્રગનર જીજ્ઞાશાબેન ગજજર અમદાવાદ, સુરતથી પ્રકાશકુમાર ભટ્ટને પોરબંદર, દાહોદથી ભદ્રેશ ગાંધીને વંથલી, ધીરેન્દ્ર રાજપુતથી ધ્રાંગધ્રા, ધારીથી અમીત એચ.અમદાવાદ, સુરતથી વીરેન્દ્રસિંહ રાણાને અમદાવાદથી ઉના, પંચમહાલથી કુતુબુદીનનેજામનગર, રાજકોટથી હેતલ પટેલને અમદાવાદ, ધંધુકાથી હીતેષ દામોદરાને દ્વારકા, વાંપીથી મહમદ ઈરફાન મકરાણીને રાજકોટ, ગોંડલ અફસાના મુદ્રાને અમદાવાદ, વલસાડથી મહમદ ઉસ્માનને વેરાવળ, દ્વારકાથી ધીરજકુમારને મહેસાણા, બરોડાથી ભાવેશભાઈને વેરાવળ, સુરતથી વંદના પરદેશીને મોરબી, લીંબડીથી ચેતન પટેલ અમદાવાદ અને રાજકોટ બી.આર.રાજપુતને અમદાવાદ ખાતે બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર-જિલ્લાના ૬ ન્યાયધીશોની નિમણૂંક

રાજકોટના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ અસીત યશવંત દવેને અમદાવાદ ચિફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે, અમદાવાદ સીબીઆઈ કોર્ટના જજ જનકકુમાર કેશવલાલ પંડયાને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટમાં, રાજેન્દ્રકુમાર કનેરીવાલને રાજકોટ ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ તરીકે, હર્ષીત વોરાને એડિશ્નલ જજ તરીકે જેતપુર, ખુમાનસિંહ મેઘાતને ફેમીલી કોર્ટ રાજકોટ, દિગંત અ‚ણકુમાર ઓજાને એડિશ્નલ જજ તરીકે રાજકોટ, હાર્દિક પિનાકીનભાઈ મહેતાને એડિશ્નલ જજ તરીકે ગોંડલ, દર્શન કાંતિલાલ દવેને એડિશ્નલ જજ તરીકે રાજકોટ, કાજલ ડી.દવેને એડિશ્નલ જજ તરીકે રાજકોટ, સાવનકુમાર હરસુલભાઈ રેલવેમાં સિવિલ મેજીસ્ટ્રેટ તરીકે, નરેશ રામચંદ્રને એડિશ્નલ સિવિલ મેજીસ્ટ્રેટ તરીકે, દિપ્તીબેન પંડયા એડિશ્નલ સિવિલ જજ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ તરીકે રાજકોટ ખાતે નિમણૂંક આપવામાં આવી છે. જયારે રાજકોટના ૧૮ થી વધુ સીનીયર સીવિલ જજ અને સિવિલ જજોની આંતરીક બદલીના નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.