કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ અને સર્વિસ ટેકસના કારણે પેટ્રોલ-ડીઝલ અને સીગરેટ, ગુટખામાંથી સરકારને અઢળક આવક
પેટ્રોલ અને હાઈસ્પીડ ડિઝલ પરની એકસાઈઝ ડયૂટીના કારણે સરકારની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. સરકારી તિજોરીમાં રૂપિયા ૧.૯૯ લાખ કરોડ ઠલવાયા છે. ગત વર્ષની ૩૨ ટકાની સરખામણીએ આ વર્ષે સરકારને પેટ્રોલ-ડિઝલ પરના કરના કારણે ૪૦ ટકા સુધીની આવક વધી છે.
કેગ દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪માં કેન્દ્રીય એકસાઈઝ ડયૂટીનું કલેકશન રૂ.૧.૬૯ લાખ કરોડ હતું. જે ૨૦૧૫-૧૬માં ૭૦ ટકાનો કુદકો લગાવી ૨.૮૭ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. આ આવક વધારા પાછળ પેટ્રોલ-ડિઝલ, સીગરેટ અને ગુટખાની એકસાઈઝ કારણભૂત છે. કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ અને સર્વિસ ટેકસની આવકી સરકારે વર્ષ ૨૦૧૫-૧૬માં અઢળક ભંડોળ એકઠુ કર્યું છે.
વર્ષ ૨૦૧૩-૧૪માં એકસાઈઝની આવકમાં પેટ્રોલીયમ પ્રોડકટ્સનો હિસ્સો ૫૨ ટકા જેટલો હતો. જે ૨૦૧૫-૧૬માં ૬૯ ટકા સુધી પહોંચી ગયો હતો. ઓઈલના ભાવમાં વૈશ્ર્વિકસ્તરે ઘટાડો તાં સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. છેલ્લા બે નાણાકીય વર્ષી પેટ્રોલ પરની એકસાઈઝ ડયૂટી લીટર દીઠ ૧.૨ થી વધારી ૧.૪૬ ઈ છે. જયારે ડિઝલ પરની એકસાઈઝ ડયૂટી રૂ.૮.૯૫ થી વધારી રૂ.૭.૯૬ કરવામાં આવી છે.
પેટ્રોલીયમ પ્રોડકટમાંથી જ તી આવક ૨૦૧૪-૧૫માં રૂ.૮૮ હજાર કરોડ હતી. જે વર્ષ ૨૦૧૫-૧૬માં વધીને ૧.૯૯ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. તમાકુના ઉત્પાદનો ઉપરના કરી ૨૧૦૦ કરોડની આવક સરકારને ઈ હતી. પેટ્રોલીયમ પ્રોડકટ બાદ તમાકુના ઉત્પાદનોએ સરકારને બહોળી આવક રળી આપી છે. પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશની સરખામણીએ ભારતમાં ઈંધણના ભાવ ખુબજ ઉંચા છે અને ઈંધણ પરના કરી તી આવક પણ અઢળક છે.