રકતદાન કેમ્પની મુલાકાતે રાષ્ટ્રીય કામઘેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ: રકતદાતાને પ્રોત્સાહિત કર્યા
શહેરના વોર્ડ ૧૩ના કૃષ્ણનગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી સર્વ શકિત યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૫૬ યુનીટ રકત એકત્ર કરાયું હતુ.
સ્પેશિયલ બ્લડ કલેકટ વાનમાં બ્લડ બેંકની ટીમ ડોકટરે સુંદર વ્યવસ્થા કરી હતી. પ્રવર્તમાન કોરોના ઈફેકટના પગલે સામાજીક અંતર જાળવીને ગાઈડલાઈન મુજબ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કૃષ્ણનગર, ગૂરૂપ્રસાદ, સ્વાશ્રય, પોપૈયાવાડી, ગુરૂપ્રસાદ જેવા વિસ્તારોમાંથી રકતદાતાએ રકતદાન કરેલ હતુ. સંસ્થાના પ્રમુખ અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતીનભાઈ રામાણી ઉપપ્રમુખ અમીતભાઈ ડોબરીયા, મંત્રી નયનભાઈ ભટ્ટી વિનયભાઈ જસાણી- પ્રમુખ રાજચંદ્ર સેવા મંડળના માર્ગદર્શન તળે વર્કીંગ કમીટી એ સુંદર વ્યવસ્થા જાળવી હતી. સર્વોને પ્રમાણ પત્રો અપાયા હતા. રકતદાન કેમ્પની મુલાકાતે રાષ્ટ્રીય કામઘેનું આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ખાસ હાજરી આપીને રકતદાતાને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પને સફળ બનાવવા વોર્ડ અગ્રણીઓ વિજયભાઈ ટોળીયા, શૈલેષભાઈ ડાંગર, મુકેશ વિરડીયા, ઘનશ્યામ રાઠોડ, વિક્રમ રાઠોડ, કિશન પરમાર, હિતેષભાઈ ભટ્ટી, હિરેનભાઈ ડવ, સુરેશભાઈ ચીખલીયા, પરેશ ચીખલીયા, શૈલેષ ભટ્ટી, અશોક રામાણી, પીન્ટુભાઈ ભટ્ટી તથા મેહુલભાઈ રાઠોડે જહેમત ઉઠાવીને રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સ્ટાફે પણ સર્વશકિત યુવા ગ્રુપ નો આભાર વ્યકત કર્યો હતો.
આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન લોકડાઉનમાં સંસ્થાએ દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજીને સુંદર સેવા યજ્ઞ કરેલ છે. કોરોના સામેની લડાઈમાં સામાજીક સંસ્થાઓની જવાબદારીઓ વિશેષ વધી જાય છે. ત્યારે સંસ્થાને હુ અભિનંદન આપું છું.
આ તકે અધ્યક્ષ રાષ્ટ્રિય કામઘેનું આયોગનાં વલ્લભભાઈ કથીરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મંદ દર્દીઓને મફત ‘રકત’ની સેવા મળે છે. અત્યારે બ્લડની તીવ્ર અછત વર્તાતા સર્વ શકિત યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ યોજીને મેડીકલ સેવાનું ઉમદા કાર્ય કરેલ છે.
આ તકે વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટર નિતીનભાઈ રામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થાક દ્વારા યોજાયેલ રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર તમામ રકતદાતાનો હું આભાર માનું છું લોકડાઉનમાં લોકોને પડતી તમામ મુશ્કેલીમાં સંસ્થા હાલના સંજોગોમાં સેવાકાર્ય કરી રહી છે.