કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો પણ અધિકાર ની: પરેશ રાવલ ભાજપ માટે રાજકોટ એ “જનરેટર છે: ૧૫૦ ફૂટ રિંગરોડ પર મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ સત્તા જવાની બીકે કોંગ્રેસ નોટબંધી જેવા પગલાં ન લઈ શકી: વિજયભાઈના પ્રયાસોથી રાજકોટની જળ સમસ્યા ભૂતકાળ બની: જાહેર સભામાં માનવ મેદની ઉમટી પડી
રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાના ભાજપના ઉમેદવાર અને રાજ્યના લોક લાડિલા મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી જંગી જાહેર સભામાં કેન્દ્રના કૃષિ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા તેમજ સાંસદ અભિનેતા પરેશ રાવલે કોંગ્રેસની નીતિ-રીતિ અને મનોવૃત્તિની આકરી જાટકણી કાઢી હતી અને ભાજપના વિકાસ મંત્રને કારણે મળેલા ફળની સીલસીલાબંધ વિગતો આપી હતી. શ્રી રૂપાલાએ કહ્યું હતું કે, “ગુજરાતમાં વિકાસના કામ કરનારી ભાજપ સરકાર માટે રાજકોટ એ ઉર્જા અને ઉષ્માનું “જનરેટર છે. પરંતુ વિકાસને નહિં દેખતી કોંગ્રેસ ચૂંટણી જીતવા પર ઉતરી આવી છે કારણ કે, તેની પાસે પ્રજા સમક્ષ જઈ શકાય તેવા કોઈ મુદ્દાઓ જ ની. તેમણે જંગી મતદાન માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, “વિકાસની ધોરી નસ દબાવનારી કોંગ્રેસને સમગ્ર રાજ્યમાંી હાંકી કાઢજો અને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવજો. વિકાસની જાહેર સભાને સંબોધતા પરેશ રાવલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબનું અપમાન કરનારી કોંગ્રેસને સરદાર પટેલનું નામ લેવાનો અધિકાર પણ ની. વિજયભાઈના મધ્યસ્ કાર્યાલયનું ઉદ્ઘાટના જાણીતા પાટીદાર અગ્રણી અને નામાંકિત દાનવીર ફિલ્ડમાર્શલ ગ્રુપના મોભી પોપટભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યું હતું.
જાહેસસભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસને આડે હા લીધી હતી તમેણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં પીવાના પાણી માટે એક હેન્ડપંપ બેસાડવામાં આવતો ત્યારે લોકો માટે લાપસીના આંધણ મુકવા જેવો પ્રસંગ ગણાતો જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોને કારણે રાજકોટમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે અને ઘેરઘેર નર્મદા મૈયાના નીર વહી રહ્યાં છે.
ર્અતંત્રમાંથી કાળુનાણુ નાબૂદ કરવા શ્રી નરેન્દ્રભાઈની સરકારે નોટબંધી જેવા પગલાં હિમ્મતભેર લીધાં અને તેના ફળ મળવા શરૂ યાં છે તેનો ઉલ્લેખ કરતાં રૂપાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને હંમેશા સત્તા ટકાવી રાખવામાં જ રસ રહ્યો છે અને એટલે જ શ્રીમતિ ઈન્દીરા ગાંધી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે નોટબંધીના પગલાની તેમના જ મંત્રી મંડળના સાથીદારોએ કરેલી હિમાયતને તેમણે ધ્યાને લીધી નહોતી કારણ કે તેમને સત્તા ગુમાવવાનો ડર હતો. પરંતું નરેન્દ્રભાઈએ સત્તાની પરવા કર્યાં વગર દેશહિત માટે આકરા પગલાં લેવામાં પણ હિચકીચાટ ની અનુભવ્યો. કોઈ પણ દેશનો વિકાસ આવા નિર્ભિક નેતાઓ હોય તો જ શક્ય બને છે.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની પ્રજાને તરસે મારવા માટે નર્મદા યોજનામાં આડખીલી બનેલી કોંગ્રેસ આજે નર્મદાના પાણી માટે જશ લેવાના ઢોલ પીટે છે અને મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નર્મદા યોજના માટે ગુજરાતના કોઈ ભાજપના મુખ્યમંત્રી સહિતના કોઈ નેતાઓ મળ્યાં ની તેવા જુઠ્ઠાણા ચલાવે છે. પરંતુ તેમના આ જુઠ્ઠાણાને જાહેરમાં પડકારતાં રૂપાલાએ કહ્યું હતું કે, પોતાના સહિત ભાજપના દસ સાંસદોનું પ્રતિનિધિ મંડળ એક થી વધુ વખત મનમોહનસિંઘને મળીને દસ-દસ વર્ષ સુધી નર્મદા યોજના માટે વિનંતી કરતાં રહ્યા. પરંતુ કોંગ્રેસ સરકાર ગુજરાતને યાતનામાંી ઉગારવા તૈયાર ની.
ગુજરાતની ચૂંટણીમાં સત્તા મેળવવા ગપગોળા ચલાવતાં રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીએ જાહેરમા એકરાર કર્યો છે કે સરકારના ૮૫ ટકા પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે. હવે વડપ્રાધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ભ્રષ્ટાચાર દુર કરવા પગલા લીધાં ત્યારે કોંગ્રેસના નેતાઓ રાજી વાને બદલે ભ્રષ્ટાચારના જૂઠ્ઠાણા ચલાવે છે.
કોંગ્રેસ જેને વંશપરંપરાગત બેઠક ગણે છે તેવા અમેઠી વિસ્તારમાં વિકાસ નહિં કરી શકનારી કોંગ્રેસ ગુજરાતના વિકાસ સામે સવાલ ઉઠાવે છે. હકડેઠઠ જાહેરસાભાને સંબોધતા ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે તેમની આગવી છટામાં જણાવ્યું હતું કે, એક જમાનામાં કોંગ્રેસનું સૂત્ર હતું ઈન્દીરાજી લાવો દેશ બચાવો આજે નેતા નિયત કે નીતિ વગરની કોંગ્રેસ ત્રિપુટી લાવો રાહુલ બાબા બચાવો ના માર્ગે છે. જ્યારે ભાજપ વિકાસનો મંત્ર લઈને આગળ ચાલી રહ્યો છે.
બહુ વિખ્યાત સરદાર ફિલ્મમાં સરદાર પટેલનું પાત્ર ભજવવા અમૂલ્ય અવસર પ્રાપ્ત યો છે તેનો ઉલ્લેખ કરી પરેશ રાવલે કહ્યું હતુ કે, સરદાર સાહેવ જેવા મહામાનવના પાત્રને હું ન્યાય આપી શકીશ ખરો? એવો ડર હતો એટલે સરદાર સાહેબના જીવનની નાની નાની વિગતનો પણ મેં જીણવટી અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસના નાતે આજે મારે કહેવું પડે છે કે, કોંગ્રેસ આજે પાટીદારોના એક નાનકડા સમુદાયને સો લઈને સરદાર સાહેબના વ્યક્તિત્વ અને પ્રતિભાને લાંછન લાગે તેવા કરતૂતો કરી રહી છે. સરદાર સાહેબને અન્યાય કરવો એ કોંગ્રેસની કાયમ મનોવૃત્તિ રહી છે.
સત્તા માટે બેબાકળી બનેલી કોંગ્રેસ પાસે ચૂંટણી પ્રચારના કોઈ હકારાત્મક મુદ્દા ની એટલે ઉધઈ લાકડાં ન મળે તો બેબાકળી બને તેમ કોંગ્રેસ સત્તા માટે બેબાકળી બની છે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
આ જાહેર સભામાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઈન્ચાર્જ અને પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબને રૂપાણી, રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રદેશ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, મહિલા અગ્રણી શ્રીમતિ કાશ્મીરાબેન નવાણી, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, બાવનજી ભાઈ મેતલીયા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કીરિયા, પૂર્વ શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયા સહિત ભાજપના અનેક અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડે કર્યું હતું જ્યારે આભાર દર્શન રજનીભાઈ ગોલએ કર્યું હતુ.