સરહદ પાર આતંક ફેલાવવા ષડતંત્ર રચતા હાફીઝનો ખાત્મો જરૂરી
૨૦૦૮ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદને શુક્રવારે નજર કેદથી મુકત કરાયો હતો. પાકિસ્તાનની આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો વડો છૂટી ગયો હતો બાદમાં તેણે ભારત સામે કાશ્મીરમાં લડાઇ ચાલુ રાખવાની વાત કહી હતી. જેને ભારતે પાકિસ્તાનીઓ દ્વારા આતંક ફેલાવવાની નવી યુકિત ગણાવી છે. જેલમાંથી છુટી ગયા બાદ હાફીઝે એક વીડીયોમાં જમ્મુ-કાશ્મીર મામલે કહ્યું હતું કે અમારો સંઘર્ષ ચાલુ રહેશે. અમે પાકિસ્તાનના બધા લોકોને એકજુથ કરીશું.
સાઇદની મુકિત માટે અમેરિકાએ ચિંતા વ્યકત કરી છે અમેરિકન વિદેશ વિભાગે સઇદના આતંક લશ્કર-એ-તોઇબાને અમેરિકા સહીત સેંકડો લોકોની હત્યા માટે જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાનની સરકારે હાફીઝની ધડપકડ કરી તેના ગુના માટે તાત્કાલીક જેલ ભેગો કરી દેવો જોઇએ. જો કે પૂર્વ પાકિસ્તાનની વડાપ્રધાન નવાજ શરીફને ગદ્દાર કહેતા સઇદે જણાવ્યું હતું કે ભારતના કહેવા પર અમેરીકાએ પાકિસ્તાનની સરકાર પર દબાણ કર્યુ હતું માટે તેને નજરકેદ કર દેવાયો હતો.
સઇદની મુકિત બાદ લાહોરના જોહર વિસ્તારમાં તેના નિવાસસ્થાને સમર્થકો એકત્ર થયા અને તેમણે કેક કાપીને ઉજવણી કરી હતી. લાહોર હાઇકોર્ટે પુરાવાના અભાવે તેને મુકત કરવાનો આદેશ આપ્યો હતો. જયારે ભારતે મુંબઇ હુમલામાં તેની સંડોવણી પણ હતી તાજ હોટલ સહીતના અનેક સ્થળોએ તેણે દહેશત ફેલાવી હતી. કાશ્મીર મુદે સઇદના નિવેદન મુદ્દે ભારતે કહ્યું હતું કે આતંકવાદીઓ એજન્ડાને આગળ વધારી રહ્યું છે. તેમજ ભારતીય ગૃહ મંત્રાલયે કહ્યું કે આતંકવાદની કોઇપણ હરકતો સાંખી લેવામાં આવશે નથી, ભારત તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.