શું છે કોલેજન
કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરની ત્વચાને સ્વસ્થ રાખવા તેમજ ચહેરાને સુંદર રાખવા,નખને મજબૂત બનાવવા,વાળને ચમકદાર અને લાંબા રાખવા તેમજ લાંબા સમય સુધી શરીરને ફિટ અને તમારી હેલ્થને મેન્ટેન રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આમ તો આપણું શરીર કુદરતી રીતે જ કોલેજન પ્રોટીન બનાવે છે. પણ માણસની ઉંમર વધવાની સાથે સાથે કોલેજન પ્રોટીન મળવાનું ઓછું થવા લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વ્યક્તિની ઉંમર વધતી જતી હોય. ત્યારે કોલેજન પ્રોટીન દિવસે ને દિવસે ઘટવા લાગે છે. કોલેજન ઘટવાની સાથે સાથે ચહેરાની સ્કીન,વાળ,રક્તવાહિનીઓ અસ્થિબંધન,સાંધા અને ચામડીને લગતી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે.જો તમારા શરીરમાં કોલેજનનું પ્રમાણ સારું હોય તો ત્વચા હાઇડ્રેટેડ રહે છે.કોલેજનથી તમારી ત્વચા સોફ્ટ રહે છે. કોલેજન શરીરમાં નવા કોષોને બનાવે છે. ત્યારે તેની સીધી અસર તમારા ચહેરા પર દેખાવા લાગે છે. આજના સમયમાં લોકો ઘરના ખોરાકને મૂકીને બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે.જેનાથી તેનું સ્વાસ્થય બગડે છે અને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિની ઉંમર નાની વયની હોય પણ તે વૃદ્ધ દેખાવા લાગે છે. આવું ત્યારે બને છે જ્યારે તમારા શરીરમાં કોલેજન પ્રોટીનનું પ્રમાણ ઓછું થઇ ગયું હોય. કોલેજન પ્રોટીન ઓછું થવાથી તમારા ચહેરા પર ડાર્ક સર્કલ, ચહેરા પર કરચલીઓ થવી, નખ તૂટવા,વાળ ખરવા લાગે, સાંધાના સ્નાયુઓમાં દુખાવો થવો જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે વ્યક્તિની સ્કીન ખરાબ થવા લાગે છે ત્યારે તે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેનાથી તમારી સ્કિનને વધુ નુકશાન થાય છે. આથી તમારા રોજિંદા જીવનમાં શરીરને કોલેજન મળી રહે તેવો આહાર લેવો જોઈએ. જેનાથી તમારી ત્વચા હેલ્દી રહેશે.સાથોસાથ તમે સ્વસ્થ રહશો. જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે જીવનમાં ખુશ રહેશો. અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે પોષક તત્વોની ભરપૂર આહાર લેવો જોઈએ. આ પોષક તત્વો માત્ર તમારા સ્વાસ્થ્યને જ સુધારતા નથી પણ તમારી ત્વચા અને વાળને પણ સ્વસ્થ બનાવે છે.
ત્વચાની સંભાળ રાખવા માટે આ આહાર લેવાનું રાખો:-
આમળાં
આમળાં ખાવા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાંમાં વિટામિન ‘સી’ ભરપૂર માત્રમાં મળે સાથોસાથ આમળા ખાવાથી વાળ કાળા,લાંબા અને જાડા બને છે.
લસણ
લસણ ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક ખોરાક છે. જે કોલેજન પ્રોટીનને તમારા શરીરમાં વધારે છે. તેમજ લસણ ઝિંકથી ભરપૂર હોય છે તેથી પિગમેન્ટેશનને પણ દૂર રાખે છે.
નટ્સ અને બીજ
બદામ, અખરોટ, સોયા અને હેઝલનટ્સમાં તંદુરસ્ત ચરબી હોય છે. જેથી તમારું સ્વાસ્થય પણ તંદુરસ્ત રહે છે.
સાઇટ્રસ ફળો
શરીરમાં કોલેજન પ્રોટીન વધારવા માટે સાઇટ્રસ ફળો ખાવા ખૂબ જ ફાયદાકારક છે.સાથોસાથ ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમા પડતી ગરમીમાં આવા પોષકતત્વોથી ભરપૂર આહાર લેવાનું રાખો. કોલેજન પ્રોટીન માટે તમે તમારા આહારમાં લીંબુ,નારંગી,અનાનસ,દ્રાક્ષ,બેરી અને કીવી વગેરેનો સમાવેશ કરી શકો છો. જે કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદરૂપ બને છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં વિટામિન B,B-6,નિયાસીન વધુ માત્રામાં મળે છે. આ બધાં વિટામિનથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ફેટ સારા પ્રમાણમા મેટાબોલાઇઝ થાય છે. જેના લીધે તમારા શરીરને કોલેજન પ્રોટીન મળતું રહે છે.
લીલા પાનવાળા શાકભાજી
ઘણા લોકોના ઘરોમાં સૂપ, મૂઠિયાં, પરાઠા અને સબ્જી સાથોસાથ કેટલાક પ્રકારની ફૂડ આઇટમો બનતી હોય છે. આ શાકભાજીઓ ખાવી હેલ્ધી છે જેવી કે મેથી,પાલક,તાંદળજો જેવા વગેરે શાકભાજીઓ.આ બધી લીલી શાકભાજીઓ ડાયેટરી ફાઇબર,વિટામીન C જેવા વિટામિન તમારા શરીરને આપે છે.
ટામેટાં
ટામેટાં શરીરમાં રહેલા ઝેરી બેક્ટેરિયા દૂર કરે છે. ટામેટાં તમારા શરીરની પ્રક્રિયાઓમાં બીટા-કેરોટીન અને વિટામિન્સ ઉમેરે છે જે એન્ટિઓક્સિડન્ટસ તરીકેનું કામ કરે છે. ટામેટાંમાં રહેલા વિટામિન-એ તમારા વાળને મજબૂત બનાવે છે. આ ઉપરાંત આંખોની તેજસ્વી દ્રષ્ટિક્ષમતા માટે પણ વિટામિન-એ ઉપયોગી છે. જે હાડકાંને મજબૂત બનાવે છે. જેના લીધે તમારા શરીરમાં કોલેજન પ્રોટીનનું પ્રમાણ સારી માત્રમાં મળી રહે છે.