દાતને ચમકદાર અને મજબૂત બનાવવા સિવાવ પણ કોલગેટ અનેક રીતે ઉપયોગી બને છે. તેમાં રહેલા તત્વો તમારા શ્ર્વાસને રિફ્રેશ રાખે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ કે ટૂથપેસ્ટ કોઇ બિમારીથી પણ તમને બચાવી શકે ? તાજેતરમાં જ એક રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે ટૂથપેસ્ટ તમને મલેરિયાથી પણ બચાવે છે.
લંડનની શોધ મુજબ ટૂથપેસ્ટ, સાબુ અને વોશિંગ પાઉડરમાં એક એવો તત્વ રહેલો છે જે મલેરિયાના કિટાણુઓથી લડવા સક્ષમ છે. ટૂથપેસ્ટમાં રહેલું ટ્રાઇક્લોઝન નામના તત્વથી મલેરિયાના સૂક્ષ્મજીવો પર હુમલો કરી શકાય છે.
આફ્રિકામાં આ દવાનો મલેરિયાના સૂક્ષ્મજીવો પર અસર પડે છે તે મલેરિયાના પિરિમેથામાઇન સામે લડવામાં સક્ષમ છે. અને કોલગેટમાં પણ તે તત્વો રહેલા છે. શોધકર્તાઓનું કહેવું છે કે મલેરિયા થવાથી રક્ત પર પણ તેની અસર પડે છે જો કે આ બિમારીથી લડવા માટે કોલગેટમાં મળતા તત્વની મદદથી દવાઓ બનાવવામાં આવશે. કારણ કે તે સુરક્ષિત ઉપાય છે. નાનુ એવું મચ્છર પણ જીવલેણ બિમારીને નોતરે છે. મલેરિયાને કારણે દર વર્ષે ૫ લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામે છે. ત્યારે લાઇલામાં જ બિમારીની પણ હવે દવા બને તેવી શક્યતાઓ છે.