નાલાની સફાઈ દરમિયાન નીકળેલ કદળાને ટ્રેક્ટર મારફતે અન્ય સ્થળે ફેંકવાની કામગીરી દરમિયાન રોડ પર દોઢ કીમી સુધી કદળો ઢોળાયો
મોરબીના વાવડી રોડ પર આવેલા નાલામાંથી કોલગેસનો કદળો કાઢી તેને ટ્રેકટર મારફતે અન્ય સ્થળે ફેંકવાની કામગીરી દરમિયાન આ કદળો ટ્રેક્ટરમાંથી દોઢ કિમિ સુધી ઢોળાયો હતો. રોડ પર ઢોળાયેલ આ કદળાના કારણે અનેક ટુ વહીલરો સ્લીપ થયા હતા.
મોરબીના વાવડી રોડ પર પાલિકાએ નાલું સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે નાલામાંથી કોલગેસ જેવો કદળો નીકળતા પાલિકાની ટીમે આ કદળો ટ્રેકટર મારફતે અન્ય સ્થળે ફેંકવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન દોઢ કિલોમીટર સુધી રોડ પર આ કદળો ટ્રેક્ટરમાંથી ઢોળાયો હતો.
રોડ પર ઢોળાયેલા આ કદળાના કારણે અનેક ટુ વહીલરો સ્લીપ થયા હતા. ત્યારે પાલિકાએ રોડ પરથી આ કદળો હટાવવાની કામગિરી હાથ ધરી છે. અતિ દુર્ગંધ મારતો આ કદળો કોલગેસનો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.