રાજયમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો: રાજકોટ અને નલીયાનું તાપમાન એકસમાન

રાજયમાં ઠંડીનો ચમકારો ચાલુ છે ત્યારે ગુજરાતીઓ માટે આગામી ૧૦ દિવસ અતિભારે ઠંડી અને ઠંડા પવનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉતરભારતમાં થઈ રહેલી હિમવર્ષાથી આગામી ૧૦ દિવસમાં ગુજરાતમાં ભારે ઠંડી અને કોલ્ડવેવ ફુંકાશે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૭ ડિગ્રી જેટલું નોંધાયું હતું. જયારે નલીયાનું તાપમાન ૯.૩ ડિગ્રી નોંધાયું હતું. શહેરભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સવારથી જ વિઝીબીલીટીમાં પણ ઘટાડો થયો હતો. આવનારા દિવસોમાં હજુ પણ ઠંડી વધશે. ઉતર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે અને તાપમાનનો પારો વધુ નીચે ગગડશે.

આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૭ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને ૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૦.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને ૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો અને ૧૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાન અને મહતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ૬.૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

7537d2f3 2

રાજયભરનાં વિવિધ શહેરોનાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૩.૫ ડિગ્રી, ડિસાનું ૧૧.૮ ડિગ્રી, વડોદરાનું ૧૧.૮ ડિગ્રી, સુરતનું ૧૪.૫ ડિગ્રી, રાજકોટનું ૯.૭ ડિગ્રી, ભાવનગરનું ૧૩.૪ ડિગ્રી, પોરબંદરનું ૧૩.૪ ડિગ્રી, વેરાવળનું ૧૪.૮ ડિગ્રી, દ્વારકાનું ૧૪.૧ ડિગ્રી, ઓખાનું ૧૬.૪ ડિગ્રી, ભુજનું ૯ ડિગ્રી, નલીયાનું ૯.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૨, દિવ-કંડલાનું ૧૧.૧ ડિગ્રી, કંડલાનું ૧૧.૬ ડિગ્રી, અમરેલીનું ૧૦ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧ ડિગ્રી, મહુવાનું ૧૩.૩ ડિગ્રી, દિવનું ૧૩.૮ ડિગ્રી, વલસાડનું ૧૩.૬ ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરનું ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દિલ્હીમાં ઠંડીએ ૧૨૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો ત્યારે આજે પણ એજ સ્થિતિ છે જેનાં કારણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ૧૦ દિવસ લોકોએ ઠંડી અને ઠંડા પવન સામે રક્ષણ મેળવવું પડશે. સમગ્ર રાજયમાં કોલ્ડવેવનો ૧૦ દિવસ કહેર રહેશે. ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત દર વર્ષ કરતા આ વર્ષે મોડી થઈ છે ત્યારથી તાપમાનનો પારો નીચે ગગડતો રહ્યો છે અને રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.