જમ્મુ-કાશ્મિર સહિત પહાડી રાજ્યોમાં બરફવર્ષાના કારણે રાજ્યભરમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે
અબતક, રાજકોટ
જમ્મુ-કાશ્મિર સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઇ રહી છે. જેની અસર તળે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાના અનુસાર કચ્છમાં 48 કલાક કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યુ હતું. રાજકોટમાં પણ ઠંડાગાર પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે લોકો ઠંડીમાં થરથર ધ્રૂજી રહ્યા છે.
પહાડી રાજ્યોમાં બરફવર્ષાને કારણે આજથી ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. આજે સવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી પહોંચી જવા પામ્યુ હતું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કચ્છ રિજીયનમાં કોલ્ડવેવની આગાહી આપી છે. નલિયાનું તાપમાન રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી જાય તેવી શક્યતા પણ નકારી શકતી નથી.
રાજ્યમાં આવતીકાલ ઠંડીનું ફરી જોર વધશે.