ઠંડીનું જોર ફરી એકવાર વધ્યું છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે.
જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે,હજુ પણ આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 10.4 ડિગ્રી સાથે રાજકોટમાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહયો છે.
ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો યથાવત: 22મી સુધી મોટાભાગે હવામાન સૂકું રહેશે
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે.
8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યમાં 22મી તારીખ સુધી મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી. જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જેમાં 1-2 ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે.
આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, પવન પણ હળવો રહી શકે છે. આવામાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી હોય છે. આ વખતે શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્યતાઓ છે.
જોકે,હજુ પણ આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 10.4 ડિગ્રી સાથે રાજકોટમાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહયો છે. એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચુ જતુ હોય છે તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચુ જાય તેવું લાગી રહ્યુ છે.
કચ્છના રાપરમાં 3.7નો ભૂકંપ
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.