આ વખતના શિયાળામાં હદ થિજવતી ઠંડી નથી પડી. જો કે રાજ્યમાં વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસનું હવામાનનું અનુમાન કર્યું છે. જેમાં ઠંડી અને તાપમાન અંગેની આગાહી કરી છે. તો બીજીબાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.
ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. બે થી ત્રણ દિવસ તાપમાનમા કોઈ મોટો ફેરફાર નહીં થાય. જો કે, તે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમા વધારો થવાની શ્ક્યતા દર્શાવી છે.
મંગળવારે રાજ્યમાં ભાવનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ભાવનગરમાં સૌથી નીચું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે અમદાવાદમા 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેશના હવામાનમાં મોટા ફેરફારો થવાની શ્ક્યતા રહેશે. પવનના તોફાનો ,ભારે કમોસમી વરસાદ, હિમ વર્ષા સાથે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી પંજાબ, હરિયાણા , દિલ્હી, રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા છે. 24 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હવામાન પલટાશે અને ઠંડીનો ચમકારો આવી શકે છે.

વધુમાં તેઓએ જણાવ્યુ કે 25 થી 29 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો , ગુજરાતનાં ભાગો સુધીમાં પલટો આવી શકે છે. વાદળો આવી શકે છે અને લઘુતમ તાપમાન વધી શકે છે. ઠંડી ગાયબ થઈ જવાના અહેસાસ થશે. કચ્છના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઘણા ભાગોમાં વાદળો આવી શકે છે અને છાંટા પડી શકે તેવી શક્યતાઓ છે. 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે 2023-24 માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.