આજથી ચાર દિવસ રાજ્યમાં ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતો ચિંતામાં ગરક થયા છે. પાકને માવઠાની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ અનેક માર્કેટ યાર્ડમાં  વરસાદની આગાહીને પગલે કામગીરીમાં ફેરફારો કરાયાનું જાણવા મળી રહ્યું છે.

ખેડૂતો ચિંતામાં, પાકને માવઠાની અસર થવાની ભીતિ : અનેક માર્કેટ યાર્ડમાં  વરસાદની આગાહીને પગલે કામગીરીમાં કરાયા ફેરફારો

આજથી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં 27 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે.

26 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. તથા દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ છે. તેમજ વરસાદ બાદ ઠંડીનું જોર વધી શકે છે. આજથી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં 27 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. તથા 26 અને 27 નવેમ્બરે કમોસમી માવઠાનું જોર વધશે.

અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તથા આજે અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટો રહેશે. આવતીકાલે નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી છે. તથા સુરત, સુરેન્દ્રનગર, વલસાડમાં વરસાદની આગાહી છે. 26 નવે.એ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, નવસારી, ઉના, દાહોદ, ગોંડલ, જસદણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. તેમજ 27 નવે.એ ભાવનગર, વલસાડ, સુરત, ડભોઇ, છોટાઉદેપુર, પાલનપુર, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે.

એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જોકે માવઠાથી અન્ય અને બાગાયતી પાકને અસર થવાની પ્રબળ શક્યતા છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો બહુ વરસાદી પાક એટલે કે આંબા, ચીકુ, શેરડીના પાકોને ટુકા વરસાદથી ખાસ નુકસાન નહીં થાય. જ્યારે ખરીફ પાક ગણાતી અને મોડી રોપણી કરાયેલ ડાંગરમાં આંશિક નુકસાનની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બાગાયતી પાક ગણાતા, શાકભાજી અને ફળ ઉત્પાદીત પાકોના ઉત્દાન પર અસર થવાની શક્યતા, ખેતીવાડી અધિકારી વ્યક્ત કરી રહ્યા છે

ક્યાં ક્યારે વરસાદ પડવાની સંભાવના ?

તા.24

નવસારી, વલસાડ, ડાંગ, દમણ

તા.25

નવસારી, ડાંગ, તાપી, નર્મદા

તા. 26

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, નવસારી, ઉના, દાહોદ, ગોંડલ, જસદણ, મહેસાણા

તા. 27

ભાવનગર, વલસાડ, સુરત, ડભોઇ, છોટાઉદેપુર, પાલનપુર, બનાસકાંઠા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.