ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી જામી રહી છે, વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે ઠંડા પવને સામાન્ય જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રાજ્યભરમાં નવા વર્ષથી કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વાર આગાહી કરી છે કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યનાં જીલ્લાઓમાં 24 કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે.
24 કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના: આગામી સપ્તાહે ફરી હવામાનમાં પલટો થવાની વકી
સવારના સમયે ગાઢ ધૂમ્મસની ચાદર છવાયેલી રહે છે. ધૂમ્મસના લીધે વિઝિબિલિટી ઘટી જતા સવારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે. વળી, અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે વાવાઝોડાની પણ શક્યતા છે.
7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે.આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13 અને 12 ડિગ્રી નોંધાયું છે.