ગીરનાર પર્વત પર પારો 8.5 ડીગ્રી: ઠંડા પવનોના સુસવાટા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઠંડીનું જોર વધી હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 8.5 ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે નલીયા 10.4 ડીગ્રી સેલ્સીયશ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયુ હતું. ઠંડા પવનોના સુસવાટાના કારણે દિવસભર ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.
આજે રાજકોટનું લધુતમ તાપમાન 14.8 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહેવા પામ્યું હતું. ગઇકાલની સરખામણીએ આજે પારો અર્ધો ડીગ્રી સુધી નીચો પટકાયો હતો. જુનાગઢનું તાપમાન 13.5 ડીગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા અને પવનની સરેરાશ ઝડપ 2.4 કી.મી. રહેવા પામી હતી.
જુનાગઢ શહેરની સરખામણીએ ગીરનાર પર્વત પર તાપમાન પાંચ ડીગ્રી જેટલું નીચુ રહેતું હોય છે આજે ગીરનાર પર લધુતમ તાપમાન 8.5 ડીગ્રી આસપાસ રહ્યું હતું.
આ ઉપરાંત કચ્છના નલીયાનું તાપમાન 10.4 ડીગ્રી સેલ્સીયશ, અમદાવાદનું તાપમાન 17.5 ડીગ્રી, અમરેલીનું તાપમાન 13 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 17.6 ડીગ્રી, ભુજનું તાપમાન 15.6 ડીગ્રી, ડિસાનું તાપમાન 14.5 ડીગ્રી, દિવનું તાપમાન 13.8 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.7 ડીગ્રી, પોરબંદરનું તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર સહિત રાજયમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે હવે શિયાળો બરાબરની જમાવટ કરશે ડિસેમ્બર માસમાં હાડથીજાવતી ઠંડીનો દૌર શરુ થશે.