બર્ફીલા પવન ફુંંકાવાથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો, નલિયાનું ૭ ડિગ્રી તાપમાન
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આજે ફેબ્રુઆરી માસના પ્રથમ દિવસથી જ લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો છે. ૨ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી સાથે બર્ફીલા પવન પણ ફૂંકાશે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૯.૯ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નલિયાનું લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
રાજ્યના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી, ડીસાનું ૯.૬ ડિગ્રી, રાજકોટ નું ૯.૯ ડિગ્રી, કેશોદ-જૂનાગઢનું ૯.૮ ડિગ્રી, પોરબંદરનું ૧૧ ડિગ્રી, ભુજનું ૧૧ ડિગ્રી, નલિયાનું ૭ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૦.૮ ડિગ્રી, મહુવાનું ૧૦.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આગામી દિવસોમાં હજુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આજથી ઠંડી નો બીજો રાઉન્ડ ઓણ શરૂ થઈ ગયો છે.
રાજ્યમાં ૨૪ કલાકમાં ભૂકંપનાં ૫ આંચકા
રાજ્યભરમાં ઠંડી વધતાની સાથે જ ભૂકંપનાં આંચકા પણ વધ્યા છે. મોડી રાતે ૧૨:૫૬ વાગ્યે તાલાલાથી ૧૫ કિમી દૂર ઇસ્ટ ઇસ્ટ નોર્થ ખાતે ૧ ની તીવ્રતાનો આંચકો ત્યારબાદ ૧:૦૬ વાગ્યે તાલાલાથી ૧૫ કિમી દૂર ૧.૭ની તીવ્રતાનો આંચકાનું કેંદ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ૧:૨૦ કલાકે કરછના દૂધઇથી ૨૦ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે ૧.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
મોડી રાતે ૧૧:૫૩ કલાકે વલસાડથી ૪૬ કિમિ દૂર ૨.૫ રિકટર સ્કેલનો આંચકો અને ત્યારબાદ ૧૨:૫૩ વાગ્યે વલસાડથી ૪૬ કીમી દૂર ૨.૫ રિકટર સ્કેલનો આંચકો ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.