ચોમાસાની માફક શિયાળો પણ લાંબો રહેશે : એપ્રિલ સુધી ઠંડી પડશે

ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહીના પગલે ૨૮મી નવેમ્બરથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું અસર વર્તાઈ રહી છે. જો કે બપોરના સમયે ગરમીની અનુભૂતિ થઈ રહી છે. ઉત્તર ભારતમાં બે દિવસ સુધી સતત હિમવર્ષાની આગાહીના પગલે ૨૮મી નવેમ્બરથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થાય તેવી શકયતા સેવાઈ રહી છે અને ચાલુ વર્ષે એપ્રિલ સુધી શિયાળો ચાલે તેવી હવામાન વિભાગની આગાહી છે.

મળતી માહિતી મુજબ ૨૮મી નવેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી હાહાકાર મચાવવા આવી રહી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. આ વર્ષના ચોમાસા માફક ઠંડી પણ લાંબુ રોકાણ કરે અને માર્ચ એન્ડીંગ નહીં પરંતુ એપ્રિલ સુધી ઠંડી અનુભવાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. સાથો સાથ ઠંડીનું પ્રમાણ પણ વિક્રમસર્જક રહે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

7537d2f3 1

આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે અને ઠંડી પણ જોર પકડવાની છે. આ સંજોગોમાં કાતિલ ઠંડીનું કાઉન્ટ-ડાઉન્ટ શરૂ થઈ ગયું છે. ફ્રેબ્રુારીના બદલે માર્ચ-એપ્રિલ સુધી લંબાવવાની આગહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદની જેમ ઠંડી ફેબ્રુઆરીમાં અટકશે નહીં પરંતુ માર્ચ-એપ્રિલ મહિના સુધી દેશભર ઠાઢુબોળ રહેશે. રેકોર્ડબ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગ અત્યારથી જ વકી કરી રહ્યું છે. શિયાળો સામાન્ય કરતો વધુ ઠંડો અને લાંબો રહેશે. દર વર્ષે નલીયામાં સૌથી વધુ તાપમાન નોંધાય છે. આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઠંડીના હિટલીસ્ટમાં છે. અમદાવાદનું તાપમાન પણ ૧૦ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. આ વખતની ઠંડી પાછળા તમામ વર્ષના રેકોર્ડ તોડી નાખશે તેવું લાગી રહ્યું છે.નોંધનીય છે કે, હિમાલયના દક્ષિણ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટબર્નસની સંખયામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા ચાર થી પાંચ ડિસ્ટબર્નસ આવવાની શકયતાને પગલે હિમવર્ષા થવાની પુરેપુરી શકયતા છે. જેના પરિણામે મેદાની રાજયોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

આજે સવારે નલીયાનું મહત્તમ તાપમાન ૩૦.૬ અને લઘુતમ ૧૭.૦ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને ૪કિ.મી. પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૯.૧ ડિગ્રી, ડિસાનું ૧૯.૪ ડિગ્રી, વડોદરાનું ૧૯.૬ ડિગ્રી, સુરતનું ૨૩.૦ ડિગ્રી, રાજકોટનું ૧૮.૫ ડિગ્રી, ભાવનગરનું ૨૦.૨ ડિગ્રી, પોરબંદરનું ૨૧.૨ ડિગ્રી, વેરાવળનું ૨૧.૪ ડિગ્રી, દ્વારકાનું ૨૧.૯ ડિગ્રી, ઓખાનું ૨૪.૨ ડિગ્રી, ભુજનું ૧૮.૬ ડિગ્રી, સુરેન્દ્રનગર ૨૦.૨ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૯.૨ ડિગ્રી, ગાંધીનગરનું ૧૮.૦ ડિગ્રી, મહુવાનું ૧૮.૭ ડિગ્રી, દિવનું ૧૯.૬ ડિગ્રી, વલસાડનું ૨૦.૬ ડિગ્રી સુધી નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.